જો તમે પણ નાની કે મિડ સાઈઝવાળી કંપનીઓના આઈપીઓમાં રોકાણ  કરતા હોવ તો આ સમાચાર તમારા કામના છે. સેબી(SEBI) તરફથી જલદી તેમાં રોકાણ કરવાની લિમિટ વધારવાની તૈયારી થઈ રહી છે. ત્યારબાદ તમે તેમા વધુ પૈસા પણ રોકી શકશો. સેબી તરફથી નાની અને મિડ સાઈઝવાળી કંપનીઓના આઈપીઓ (IPO) માટે અરજી કરવાની રકમ વધારવાનો પ્રસ્તાવ રજૂ કરાયો છે. આ નિયમમાં ફેરફાર બાદ નાના રોકાણકારો વધુ પૈસા લગાવીને પહેલા કરતા વધુ શેર ખરીદી શકશે. સેબીનું માનવું છે કે તેનાથી નાના રોકાણકારો વધુ સુરક્ષિત થઈ શકશે. સેબીએ IPO માટે અરજીથી લઈને ન્યૂનતમ ઈન્વેસ્ટમેન્ટ લિમિટ ચાર લાખ રૂપિયા સુધી કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે સેબીનો પ્લાન?
રોકાણની રકમ વધારવાનો પ્રસ્તાવ આપવા પાછળ સેબીનો હેતુ એ છે કે ફક્ત ને ફક્ત એવા રોકાણકારો જ રોકાણ કરે જે રિસ્ક લેવા અને રોકાણ કરવાની ક્ષમતા ધરાવતા હોય. આ પગલું એસએમઈ ઈશ્યુમાં ઝડપથી રોકાણકારોના વધતા ટ્રેન્ડ બાદ લેવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી આ ઈશ્યુમાં રોકાણકારોએ સારો એવો રસ દેખાડ્યો છે. એસએમઈ ઈશ્યુમાં ગ્રોથની સાથે એવી રજૂઆતોમાં રોકાણકારોની ભાગીદારી ઘણી વધી ગઈ છે. નાણાંકીય વર્ષ 2021-22માં ફાળવેલ રોકાણકાર-અરજદારનો ગુણોત્તર ચાર ગણો હતો, જે નાણાકીય વર્ષ 2022-23માં 46 ગણો અને નાણાકીય વર્ષ 2023-24માં 245 ગણો થયો છે.


રિટેલ ઈન્વેસ્ટરની ભાગીદારી ઝડપથી વધી
સેબી તરફથી અપાયેલા સૂચનમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં એસએમઈ આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટરની ભાગીદારી વધી છે. એસએમઈ આઈપીઓમાં રિસ્ક વધુ છે અને લિસ્ટેડ થયા બાદ ધારણ બદલાય તો તેમના ફસાઈ જવાનું જોખમ રહે છે. તેને જોતા નાના રિટેલ રોકાણકારોના હિતોને ધ્યાનમાં રાખતા એસએમઈ આઈપીઓમાં ન્યૂનતમ અરજીની સાઈઝ એક લાખ રૂપિયાથી વધીને બે લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે. 


ચાર ડિસેમ્બર સુધી માંગ્યા છે સૂચન
તેનાથી એ નક્કી થઈ શકશે કે ફક્ત રિસ્ક લેવાની ક્ષમતા અને જાણકારી ધરાવતા રોકાણકારો જ એસએમઈ આઈપીઓમાં અરજી કરી શકશે. વધુ રોકાણ મર્યાદા નાના રોકાણકારોની ભાગીદારીને ઓછી કરશે અને રિસ્ક લેવાની ક્ષમતાવાળા રોકાણકારોને આકર્ષિત કરશે. તેનાથી એસએમઈ સેગ્મેન્ટને લઈને ભરોસો વધશે. એક અન્ય પ્રસ્તાવમાં રોકાણની લિમિટ એક લાખ રૂપિયાથી વધારીને ચાર લાખ રૂપિયા પ્રતિ અરજી કરવાનું સૂચન અપાયું છે. SEBI એ આ વિશે લોકોને ચાર ડિસેમ્બર સુધીમાં સૂચનો આપવા જણાવ્યું છે.