મુંબઈ: ભારતીય શેરબજાર રોજ નવા ઈતિહાસ રચી રહ્યા છે. આજે સેન્સેક્સે પહેલીવાર 53,000 નું સ્તર પાર કર્યું. સારા વૈશ્વિક સંકેતોના કારણે આજે સેન્સેક્સ અને નિફ્ટી  સવારે જબરદસ્ત તેજી સાથે ખુલ્યા હતા. સેન્સેક્સમાં અત્યારે પણ 180 અંકોની તેજી જોવા મળી રહી છે. અને તે 52754 અંકોની આજુબાજુ છે. જ્યારે નિફ્ટીમાં પણ હાલ 73 અંકની તેજી સાથે 15819 અંકો પર કારોબાર થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેન્સેક્સે પહેલીવાર 53,000 ની સપાટી પાર કરી
સેન્સેક્સે આજે ઈન્ટ્રા ડેમાં 53057.11 નો ઓલટાઈમ હાઈને સ્પર્શ કર્યો. બજારમાં આ તેજીમાં બેંક, ફાઈનાન્શિયલ અને મેટલ શેરોનો મોટો ફાળો છે. બજારમાં આજે રોકાણકારો આ તેજીના કારણે 2.5 લાખ કરોડ રૂપિયા કમાઈ ગયા છે. 


ઓટો અને બેંક શેરોમાં ખુબ થઈ ખરીદી
સેક્ટોરલ ઈન્ડેક્સની વાત કરીએ તો ઓટો, બેંક, ફાઈનાન્શિયલ શેર, મેટલ અને આઈટી શેરોમાં સારી ખરીદી જોવા મળી રહી છે. ફક્ત ફાર્મા અને FMCG શેરોમાં જ હળવી નરમી જોવા મળી રહી છે. નિફ્ટી ઓટો લગભગ 2 ટકા મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો છે. 


ઓટો શેરોમાં તેજી
મારુતિ સુઝૂકી, ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ, ભારત ફોર્જ, આયશર મોટર્સ, મદરસન સૂમી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હીરો મોટોકોર્પ, એક્સાઈડ, બોશ, ટીવીએસ મોટર્સ શેરોમાં આજે સારી ખરીદી જોવા મળી છે. 


બેંક શેરોમાં પણ તેજી
IDFC ફર્સ્ટ, ICICI બેંક, બંધન બેંક, એક્સિસ બેંક, ફેડરલ બેંક, SBI, HDFC બેંક, RBL બેંકના શેરોમાં પણ ખરીદી થઈ રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube