Share Market Opening: આજે પણ શેરબજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ગગડ્યા, જાણો કારણ
કારોબારની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન સાથે ખુલ્યા. કારોબારી સત્રની શરૂઆતમાં 30 અંકવાળો સેન્સેક્સ 175 અંક ગગડીને 54,219.78 ના સ્તરે ખુલ્યો. જ્યારે 50 અંકવાળો નિફ્ટી 90 અંક તૂટીને 16,126.20 ના સ્તર પર ખુલ્યો.
Share Market Opening: વૈશ્વિક બજારમાંથી મળેલા નબળા સંકેતો બાદ ઘરેલુ શેર બજારમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો. કારોબારની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન સાથે ખુલ્યા. કારોબારી સત્રની શરૂઆતમાં 30 અંકવાળો સેન્સેક્સ 175 અંક ગગડીને 54,219.78 ના સ્તરે ખુલ્યો. જ્યારે 50 અંકવાળો નિફ્ટી 90 અંક તૂટીને 16,126.20 ના સ્તર પર ખુલ્યો.
બીજી બાજુ વૈશ્વિક બજારમાં નબળાઈ વચ્ચે અમેરિકી બજાર દબાણમાં જોવા મળ્યા. ડાઉ જોન્સ 165 અંક પડીને બંધ થયો જ્યારે નાસ્ડેકમાં 2.25 ટકાની તૂટ જોવા મળી. એલન મસ્ક ટ્વિટર ડીલમાંથી પાછળ હટ્યા બાદ શેરમાં 11 ટકાનો ઘટાડો જોવા મળ્યો. યુરોપીયન બજારમાં મિક્સ વલણ જોવા મળ્યું. એશિયન માર્કેટમાં પણ ઘટાડો હાવી રહ્યો.
આ અગાઉ અઠવાડિયાના પહેલા દિવસે સોમવારે શેર બજાર ઘટાડા સાથે બંધ થયા હતા. કારોબારી સત્રના અંતમાં સેન્સેક્સ 86.61 અંક ગગડીને 54,395.23 પર બંધ થયો જ્યારે નિફ્ટી 4.60 અંક તૂટીને 16,216 અંક પર બંધ થયો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube