નવી દિલ્હીઃ ગૌતમ અદાણીની કંપની અદાણી એન્ટરપ્રાઇઝના QIPને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. એક માત્ર ક્વોન્ટમ મ્યુચ્યુઅલ ફંડે (Quant Mutual Fund) અદાણી ગ્રુપની આ કંપનીમાં સૌથી વધુ રસ દાખવ્યો છે. તેણે રૂ. 4,200 કરોડના આ QIPમાંથી લગભગ અડધો ભાગ ખરીદ્યો છે. તે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશન્સ પ્લેસમેન્ટ (QIP) માં સૌથી મોટા ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે, જેને કુલ ઇશ્યૂ કદના લગભગ 47 ટકાનો હિસ્સો ખરીદી લીધો છે. કંપનીના સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આ વાત કહેવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાઈલિંગમાં આપેલી માહિતી અનુસાર, ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડની (Quant Mutual Fund)ની પ્રમુખ યોજના ક્વાંટ સ્નોલ કેપ ફંડે અદાણી એન્ટરપ્રાઈઝ ઈશ્યુની 17.41 ટકા ફાળવણી મળી છે. આ ઉપરાંત, ક્વોન્ટ ELSS ટેક્સ સેવર ફંડ, ક્વોન્ટ એક્ટિવ ફંડ અને ક્વોન્ટ ફ્લેક્સી કેપ ફંડ જેવી અન્ય ક્વોન્ટ સ્કીમોએ પણ QIPમાં 7 ટકાથી વધુનો મોટો હિસ્સો મેળવ્યો છે. 


એકંદરે, ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડની વિવિધ યોજનાઓને શેર દીઠ રૂ. 2,962ના ઇશ્યૂ ભાવે 66.6 લાખથી વધુ શેર ફાળવવામાં આવ્યા છે. આ રોકાણ સાથે, ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડે (Quant Mutual Fund) વિવિધ યોજનાઓ દ્વારા અદાણી એન્ટરપ્રાઇઝમાં આશરે 0.58 ટકા (ઇશ્યૂ પછીનો) ઇક્વિટી હિસ્સો ખરીદ્યો છે.


આ રોકાણકારોએ પણ હિસ્સો ખરીદ્યો 
અદાણી એન્ટરપ્રાઇઝના QIPમાં અન્ય મુખ્ય સહભાગીઓએ પણ ભાગ લીધો હતો. જેમાં વિન્રરો કોમર્શિયલ (ઇન્ડિયા) લિમિટેડે 12.5 ટકા હિસ્સો ખરીદ્યો હતો, જ્યારે ટ્રી લાઇન એશિયા માસ્ટર ફંડ (સિંગાપોર) Pte લિમિટેડે કુલ ફાળવણીના 5.95 ટકા હિસ્સો મળ્યો હતો. આ સાથે SBI લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને રૂ. 212 કરોડથી વધુના અંદાજિત રોકાણ માટે 5.06 ટકાની ફાળવણી મળી છે.


આ પણ વાંચોઃ ગયું સોનું હાથમાંથી હવે! ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો ભાવ, ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરો


કંપનીએ કેટલા પૈસા ઊભા કર્યા?
અદાણી એન્ટરપ્રાઇઝે આ QIP દ્વારા આશરે રૂ. 4,200 કરોડ એકત્ર કર્યા છે, જેમાં રૂ. 2,962 શેરદીઠ ભાવ પર 1.42 કરોડ ઇક્વિટી શેર જારી કરવામાં આવ્યા હતા. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું છે કે, રૂ. 3,117.475ના ફ્લોર પ્રાઇસથી 4.99 ટકા અથવા રૂ. 155.475નું ડિસ્કાઉન્ટ હતું. 


કંપની આ રકમ ખર્ચ ઘટાડવા તેમજ પેરેન્ટ કંપની અને તેની પેટાકંપનીઓના દેવાની પતાવટ કરવા માટે ઉપયોગ કરશે. તમને જણાવી દઈએ કે અદાણી એન્ટરપ્રાઇઝિસનો QIP 9 ઓક્ટોબર, 2024ના રોજ ખોલવામાં આવ્યો હતો, જે 15 ઓક્ટોબર, 2024ના રોજ બંધ થયો હતો.


આ પહેલાં પણ ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું
અગાઉ મે મહિનામાં અદાણી એન્ટરપ્રાઇઝિસ બોર્ડે કુલ રૂ. 16,600 કરોડ અથવા લગભગ $2 બિલિયન એકત્ર કરવાની મંજૂરી આપી હતી. કંપની એરપોર્ટ, માઇનિંગ, ડેટા સેન્ટર્સ અને ગ્રીન હાઇડ્રોજન સહિતના ક્ષેત્રોમાં તેની વિસ્તરણ યોજનાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે સંસ્થાકીય રોકાણકારોનો સહારો લઈ રહી છે. આ વર્ષની શરૂઆતમાં, અદાણી એનર્જી સોલ્યુશન્સે તેના QIP દ્વારા લગભગ $1 બિલિયન એકત્ર કર્યા હતા. જે લગભગ છ ગણો સબસ્ક્રાઇબ થયો હતો.