શેર બજારમાં કોહરામ: સેન્સેક્સ 633 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટીમાં લગભગ 200 પોઇન્ટનો ઘટાડો
મિડકેપ અને સ્મોલકેપ શેરમાં પણ વેચાણ જોવા મળ્યું છે. બીએસઇના મિડકેપ ઇન્ડેક્સ 1 ટકાથી વધુ ઘટ્યો છે, જ્યારે નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સમાં 1.25 ટકા નબળાઇ આવી છે.
નવી દિલ્હી: શેર માર્કેટમાં સતત બીજા દિવસે પણ કોહરામ માચાવ્યો છે. ગુરૂવારે બજાર ખૂલતાની સાથે જ ઘટાડો જોવા મળ્યો હતો. રૂપિયામાં રેકોર્ડેડ ઘટાડો અને ક્રૂડની કિંમતોમાં થયેલા વધારાથી શેર બજાર સંભાલી શક્યું નહીં. સેન્સેક્સ 633 તૂટીને 35,341.68ના સ્તર પર આવી ગયો હતો. ત્યારે, નિફ્ટીમાં પણ 194.6 પોઇન્ટના ઘટાડા સાથે 10,663.65ના સ્તર પર પહોંચી ગયો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં 1.5 ટકાથી વધારે ઘટાડા થયો છે. દિગ્ગજ શેરમાં RIL 3.12%, TCS 2.77%, એચડીએફસી 2.49%, એચયૂએલ 2.16%, મારૂતિ 1.98% સુધી ઘટયા છે. જોકે, સેન્સેક્સ 562 પોઇન્ટ ઘટાડાની સાથે 35,413ના સ્તર પર વ્યાપાર કરી રહ્યા છે. ત્યારે નિફ્ટી 176 પોઇન્ટ ઘટી 10,682ના સ્તર પર વ્યાપાર કરી રહ્યો છે.
મિડકેપ-સ્મોલકેપ શેર તૂટ્યા
મિડકેપ અને સ્મોલકેપ શેરમાં પણ વેચાણ જોવા મળ્યું છે. બીએસઇના મિડકેપ ઇન્ડેક્સ 1 ટકાથી વધુ ઘટ્યો છે, જ્યારે નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સમાં 1.25 ટકા નબળાઇ આવી છે. બીએસઇના સ્મોલકેપ ઇન્ડેક્સ 1.3 ટકા તૂટ્યો છે. બેંકિંગ, રિયલ્ટી, ફાર્મા, આઇટી, એફએમસીજી, ઓટો, કન્જ્યૂમર ડ્યૂરેબલ્સ અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં વેચાણ જોવા મળ્યું છે. બેંક નિફ્ટી 1.2 ટકાની નબળાઇ સાથે 24,780ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જોકે મેટલ અને કેપિટલ ગુડ્સ શેરમાં ખરીદી જોવા મળી રહી છે.
કયા શેરોમાં તેજી, કોયામાં ઘટાડો
વ્યાપાર દરમિયાન દિગ્ગજ શેરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આયશર મોટર્સ, બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ, હીરો મોટો, એચડીએફસી અને ટીસીએસ 4.6-2.2 ટકા તૂટ્યા છે. જોકે, દિગ્ગજ શેરમાં એલએનટી, વેદાંતા, હિંડોલ્કો, ભારતી ઇન્ફ્રોટેલ અને ટાટા સ્ટીલ 2.2-0.6 ટકા વધ્યો છે.
અમેરિકન બજાર વધારા સાથે બંધ
બુધવારે વ્યાપારમાં અમેરિકન બજાર વધારા સાથે બંધ થયું હતું. ડાઓ જોન્સ 54 પોંઇન્ટ વધારા સાથે 26,825ના સ્તર પર બંધ થયો. નેસ્ડેક 26 પોઇન્ટની તેજી સાથે 8,025ના સ્તર પર બંધ થયો. ત્યારે, એસએન્ડપી 500 ઇન્ડેક્સ સપાટ થઇને 2,926ના સ્તર પર બંધ થયો.