મુંબઈઃ રૂપિયામાં રેકોર્ડ ઘટાડો અને વ્યાપારના મોર્ચે અમેકિતા અને ચીન વચ્ચે વધતા તણાવની આશંકાઓ વચ્ચે નબળા વૈશ્વિક વલણથી શેર બજારમાં સતત બીજા દિવસે કડાકો થયો છે. મંગળવારે બપોર બાદ સેન્સેક્સ 500થી વધુ અંક તૂટ્યો અને નિફ્ટીમાં પણ મોટો ઘટાડો થયો છે. સેન્સેક્સ 509.04 અંક ઘટીને  37,413.13 અને નિફ્ટી 150 અંક ઘટીને 11,287.50 પર બંધ થઈ હતી. અમેરિકા ડોલરના મુકાબલે રૂપિયા અત્યાર સુધીના સૌથી નિચલા સ્તર 72.69 પર પહોંચી ગયો હતો. બે દિવસમાં સેન્સેક્સ લગભગ 1000 પોઇન્ટ નીચે આવી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈ શેર બજારનો 30 શેરો પર આધારિક સેન્સેક્સ સવારે 89.45 અંકના વધારાની સાથે 38000 પાર અને નિફ્ટી 30 અંક ઉપર 11,468 પર ખુલી હતી. પરંતુ થોડા સમય બાદ બજાર નીચે આવી ગયું હતું. 


બીએસઈ સેન્સેક્સ પર ટાટા સ્ટીલ (-9.99%), પીએફસી (-9.16%), સ્વાન એનર્જી (-8.09%), એમએફએસએલ (-6.54%)ના શેરોમાં સૌથી વધુ ઘટાડો થયો હતો. તો નિફ્ટી પર ટાઇટન (-3.78%), પાવરગ્રિડ (-3.27%), ટાટા સ્ટીલ (-3.23%), આઈટીસી (-3.00%) અને ટાટા મોટર્સ (-2.79%)ના શેર વધુ તુટ્યા હતા. 


બ્રોકરોએ કહ્યું કે, અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપારના મોર્ચે ચાલી રહેલા તણાવને જોતા રોકાણકારોએ સતર્કતા દાખવી છે. આ સિવાય રૂપિયાના મૂલ્યમાં થતા ઘટાડાની પણ બજાર પર અસર પડી છે. સવારે 15 પૈસાની મજબૂતી સાથે ખુલેલો રૂપિયા બપોર બાદ 72.69ના રેકોર્ડ સ્તર પર નીચે આવ્યો હતો. 


સોમવારે સેન્સેક્સ 467.65 અંકોના ઘટાડા સાથે 37,922.17 પર અને નિફ્ટી 151.00 અંકના ઘટાડા સાથે 11,438.10 પર બંધ થયો હતો.