નવી દિલ્હી: બુધવારે શેર બજાર ઘટાડા સાથે બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો સંવેદી ઇન્ડેક્સ સેન્સેક્સ (BSE) 318 પોઇન્ટ ઘટીને 38,897.46 પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો સંવેદી ઇન્ડેક્સ નિફ્ટી (એનએસઇ) 90 પોઇન્ટ ઘટીને 11,569 પર બંધ થયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલાં ગુરૂવારે શેર બજારની શરૂઆત પણ સામાન્ય ઘટાડા સાથે થઇ હતી. આ પહેલાં સવારે સેન્સેક્સ 11 પોઇન્ટ ઘટીને 39,215.64 પોઇન્ટ પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજ એટલે કે એનએસઇના 50 શેરો પર આધારિત ઇંડેક્સ નિફ્ટી 0.19 ટકા નીચે ખુલ્યો. કારોબાર બંધ થતી વખતે સેન્સેક્સ પર 5 કંપનીઓના શેરમાં તેજી અને 26 માં ઘટાડો નોધાયો હતો. તો બીજી તરફ નિફ્ટી પર 9 કંપનીઓના શેરોમાં તેજી અને 41 શેરોમાં ઘટાડો જોવા મળ્યો. 


આ શેરોમાં રહી તેજી
બીએસઇ પર એચડીએફસીના શેઓમાં 2.26 ટકા, કોટક બ એંકમાં 0.31 ટકા, એચડીએફસી બેંકમાં 0.26 ટકા, બજાજ ફાઇન્સમાં 0.14 ટકા અને આઇટીસીના શેરોમાં 0.05 ટકાનો વધારો થયો. તો બીજી તરફ નિફ્ટીની વાત કરીએ તો અહીં વિપ્રોના શેરોમાં 3.14 ટકા, એચડીએફડીમાં 2.24 ટકા, ઝી એન્ટરટેનમેન્ટ એંટરપ્રાઇઝીઝ લિમિટેડમાં 2.12 ટકા, બ્રિટાનિયામાં 0.79 ટકા અને એચડીએફસી બેંકમાં 0.72 ટકાની તેજી નોંધાઇ હતી. 


આ શેરોમાં જોવા મળ્યો ઘટાડો
સેન્સેક્સમાં ઘટાડાવાળા શેરોની વાત કરીએ તો યસ બેંક (12.85 ટકા), ઓએનજીસીમાં (4.24 ટકા), ટાટા મોટર્સ ડીવીઆર, (4.24 ટકા), ટાટા મોટર્સ (4.20 ટકા), મહિંદ્વા એન્ડ મહિંદ્વામાં (3.32 ટકા) સામેલ રહ્યા. નિફ્ટી પર બેંકના શેર 12.70 ટકા, ઓએનજીસીના 4.40 ટકા, કોલ ઇન્ડીયાના શેર 4.37 ટકા, ટાટા મોટર્સમાં 4.11 ટકા અને મારૂતિના શેરોમાં 3.30 ટકાનો ઘટાડો જોવા મળ્યો.