નવી દિલ્હી: Indian Share Market: જેમ જેમ સામાન્ય બજેટની તારીખ નજીક આવી રહી છે. શેર બજાર પોતાની ઉંચાઇઓથી ઉંધા માથે પટકાયું છે. આજે સતત પાંચમો દિવસ છે જ્યારે બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ફક્ત 5 દિવસમાં જ BSE પર રોકાણકારોના 10 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઇ ચૂક્યા છે. જ્યારે થોડા દિવસ બાદ જ 1 તારીખના રોજ દેશનું બજેટ રજૂ થવાનું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેંસેક્સ પોતાની ઉંચાઇથી 3300 પોઇન્ટ તૂટ્યો
S&P BSE Sensex એ આજે 47,000ના મનોવૈજ્ઞાનિક સ્તર પણ તોડી દીધું. સેંસેક્સએ 21 જાન્યુઆરીના રોજ 50,184 નું લાઇફ ટાઇમ એટલે કે ઉચ્ચતમ સ્તરનો અડક્યો હતો, તે ઉંચાઇથી સેંસેક્સ 3300 પોઇન્ટ નીચે સરકી ચૂક્યો છે. જ્યાં સુધી નિફ્ટી Nifty ની વાત છે, નિફ્ટી પણ પોતાના ઉચ્ચતમ સ્તર 14753 થી લગભગ 936 પોઇન્ટ નીચે છે. 

Taarak Mehta Ka Ooltah Chashmah: સોનૂ-ગોગી વચ્ચે દાળમાં કંઇક કાળું છે, ખુલ્લેઆમ મોકલી રહ્યા છે Kisses


છેલ્લા કલાકમાં થોડું સ્થિર થયું માર્કેટ
નિફ્ટીએ આજે 13700 ઇંડ્રા ડે લો રહ્યો, પરંતુ બજાર બંધ થતાં થતાં તેમાં રિકવરી જોવા મળી. અંતે નિફ્ટી 150 પોઇન્ટ તૂટીને 13818 પર બંધ થયો છે. સેંસેક્સમાં અંતિમ કલાકમાં પણ રિકવરી પરત ફરી અને 536 પોઇન્ટ તૂટીને 46,874 પર બંધ થયો. સેક્ટોરલ ઇંડેક્સની વાત કરીએ તો બેંક નિફ્ટીએ કમાલની રિકવરી કરી છે. જેના લીધે બજાર આખરે થોડું સ્થિર થતાંની સાથે બંધ થયું છે.  


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube