નવી દિલ્હી : ઓગષ્ટમાં વાયદાના શેરબજારમાં દમદાર શરૂઆત થઇ છે. સેંસેક્સ અને નિફ્ટી બંન્ને રેકોર્ડ ઉંચાઇ પર બંધ થયા હતા. આજના કારોબારમાં નિફ્ટી 11,283.4ના નવા રેકોર્ડ સ્તર સુધી પહોંચી હતી જ્યારે સેંસેક્સ પણ 37,368.6ના રેકોર્ડ સ્તર પર પહોંચ્યો હતો. અંતમાં સેંસેક્સ 352 પોઇન્ટ એટલે કે 1 ટકાની તેજી સાથે 37,337ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 111 પોઇન્ટ એટલે કે 1 ટકાના ઉછાળા સાથે 11,278ના સ્તર પર બંધ રહ્યો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિફ્ટી પહેલીવાર 11,200ની પાર
27 જુલાઇના રોજ નિફ્ટીએ પહેલીવાર 11,200ની સપાટી પાર કરી છે. નિફ્ટી 11,259.90ના નવા રેકોર્ડ હાઇ પર પહોંચી
- 26 જુલાઇના રોજ નિફ્ટી 11,185.85ના રેકોર્ડ સ્તર પર પહોંચી ગઇ હતી.
- 29 જાન્યુઆરી 2018ના રોજ નિફ્ટીએ 11,171.55 ના રેકોર્ડ હાઇ પર પહોંચી ચુક્યો હતો. 
સતત પાંચમા દિવસે સેંસેક્સનો રેકોર્ડ
- સેંસેક્સ સતત પાંચમા દિવસે નવો રેકોર્ડ સ્પર્શ્યો છે. શુક્રવારે સેંસેક્સ નવા રેકોર્ડ હાઇ 37,325.62ના સ્તર પર પહોંચ્યું. આ દરમિયાન સેંસેક્સ 340 પોઇન્ટ ચઢી ગયો
- 16 જુલાઇના રોજ સેંસેક્સે પહેલી વાર 37000ના સ્તરને પાર કરતા 37,061.62ના રેકોર્ડ સ્તરને સ્પર્શ્યું હતું. 
- 25 જુલાઇ-સેંસેક્સે 36947.18નો હાઇ બનાવ્યો હતો.
- 24 જુલાઇ- સેંસેક્સ 36902.06 સ્તરના રેકોર્ડ સ્તરે પહોંચ્યો
- 23 જુલાઇ-સેંસેક્સે 36749.69 રેકોર્ડ સ્તર પર પહોંચ્યું હતું. 
રોકાણકારો કમાયા 1.24 લાખ કરોડ રૂપિયા
બજારમાં રેકોર્ડ હાઇ તેજીમાં રોકાણની પણ ખુબ ચાંદી રહી હતી. શુક્રવારે રોકાણકારોએ 1.24 લાખ કરોડ રૂપિયા કમાયા હતા. ગુરૂવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ કુલ કંપનીઓની માર્કેટ કેપ 1,50,18,487.65 કરોડ રૂપિયા હતી, જે શુક્રવારે વ્યાપાર બંધ થતા સુધીમાં વધીને 1,51,42,911 કરોડ રૂપિયા થઇ ગઇ હતી. આ દ્રષ્ટીએ રોકાણકારોએ એક જ દિવસમાં 1,24,423.35 કરોડ રૂપિયા કમાયા હતા. 

FMCG શેરોમાં તેજી
સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં સૌથી વધારે ઉછાળો FMCG ઇન્ડેક્સમાં જોવા મળી. એફએમસીજી શેરોમાં આશર 2.37 ટકાનો વધારો નોંધાયો હતો. બેંક નિફ્ટી 0.83 ટકા ચડીને 27,634.40ના સ્તર પર બંધ થઇ હતી. કારોબાર દરમિયાન બેક નિફ્ટી 27,661ના નવા રેકોર્ડ ઉચ્ચતમ સ્તર પર પહોંચવામાં સફળ રહ્યું હતું. ઓટો ઇન્ડેક્સ 0.97 ટકા, આઇટી ઇન્ડેક્સમાં 0.34 ટકા, મેટલ ઇન્ડેક્સ 1.94 ટકા, ફાર્મા 0.49 અને રિયલ્ટી ઇન્ડેક્સમાં 0.54 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.