શેર બજારમાં દેખાઇ દિવાળી, સેન્સેક્સ નિફ્ટી આસમાને
ભારતીય રીઝર્વ બેંક(RBI) અને સરકાર વચ્ચેના અણબનાવોના સમાચારો અને રૂપિયામાં તેજી તથા ક્રુડ ઓઇલના ભાવોમાં ઘટાડાનો ફાયદો શુક્રવારે દેશમાં શેર બજારમાં જોવા મળ્યો હતો.
નવી દિલ્હી: ભારતીય રીઝર્વ બેંક(RBI) અને સરકાર વચ્ચેના અણબનાવોના સમાચારો અને રૂપિયામાં તેજી તથા ક્રુડ ઓઇલના ભાવોમાં ઘટાડાનો ફાયદો શુક્રવારે દેશમાં શેર બજારમાં જોવા મળ્યો હતો. ગુરુવારે સામન્યા ઘટાડા સાથે બંધ થયેલા બજારમાં શુક્રવારે તેજી જોવા મળી હતી. વ્યાપાર સત્ર દરમિયાન આશરે 10.45 વાગ્યે 30 અંકો વાળા સેન્સેક્સમાં 580 અંકોની તેજી સાથે 35,011 અંક પર વ્યાપાર કરી રહ્યો છે. સગભગ આ સમયે આશરે 50 શેરો વાળા નિફટી પણ 181.60 પોઇન્ટના ઉછાળા સાથે 10,562.05ના સ્તર પર વ્યાપાર કરી રહ્યો છે.
ઓટો ઇન્ડેક્સમાં 3.58 ટકાનો ઉછાળો
અંતિમ વ્યપારી દિવસોમાં ઓટો ઇન્ડેક્સમાં વધારો જોવા મળી રહ્યો છે. અને તે 3.58 ટકા ઉપર થયો છે, એનર્જી શેરોમાં તેજી અને ખરીદદારી જોવા મળી હતી. આ પહેલા તમામ બાજી ખરીદદારીથી સેન્સેક્સ 212 અંક ચઢીને 34,744ના સ્તર પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટીની શરૂઆતમાંજ 82 અંકોનો ઉછાળા સાથે 10,462ના સ્તર પર પહોચ્યો હતો. ગુરુવારે બજારમાં સ્થિરતા જોવા મળી હતી. અને બજારમાં સેન્સેક્સમાં 10 અંકના નુકશાન સાથે 34,431.97ના સ્તર પર બંધ થયો હતો. આવી જ રીતે નિફ્ટી 6.15 અંક તૂટીને 10,380.45ના સ્તર પર બંધ થયો હતો.
દિગ્ગજ શેરમાં જોવા મળી રોનક
વ્યાપાર દરમિયાન હેવીવેટ શેરોમાં જેવા કે, યસ બેંક, એશિયન પેઇન્ટ, SBI, HDFC, RIL, મારૂતિ, કોટક બેંક, ICICI બેંક, ITC, HDFC બેંક, HULમાં જોરાદાર ખરીદી જોવા મળી હતી. પરંતુ વિપ્રો, TCS અને કોલ ઇન્ડિયામાં ઘટાડો જોવા મળ્યો હતો.
નવેમ્બરમાં સતત 5 દિવસ બંધ રહેશે તમામ બેંકો, જાણો શું છે કારણ?
મિડ કૈપ-સ્મોલ કેપમાં પણ વધારો
બજારમાં વ્યાપારમાં જ્યારે દિગ્ગજ શેરોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. ત્યારે મિડકૈપ અને સ્મોલ કેપ શેરોમાં ફણ સારી ખરીદી જોવા મળી હતી, બીએસઇના મિડકૈપ ઇન્ડેક્સ 1.45 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી મિડકૈપ 100 ઇન્ડેક્સમાં 1.54 ટકાની મજબૂતી જોવા મળી હતી. બીએસઇ સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 1.41 ટકાની તેજી જોવા મળી હતી.
રૂપિયામાં પણ જોવા મળી તેજી
શુક્રવારે રૂપિયાની પણ મજબૂત શરૂઆત થઇ હતી. ડોલરની સરખામણીએ 35 પૈસાનો વધારો આવી 73.10ના સ્તર પર પહોંચ્યો હતો. 24 ઓક્ટોમ્બર બાદ રૂપિયાનું આ સોથી હાઇ લેવલ છે. જ્યારે ગુરુવારે પણ રૂપિયામાં શાનદાર તેજી જોવા મળી હત. રૂપિયામાં 50 પૈસાના વધારા સાથે 73.45 રૂપિયા પ્રતિ ડોલરના સ્તર પર બંધ રહ્યો હતો.