નવી દિલ્હી: નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે ગોવામાં જીએસટી કાઉન્સિલની બેઠક અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ યોજી જેમાં અનેક મહત્વની જાહેરાતો કરી. નાણા મંત્રીએ કોર્પોરેટ ઈન્ડિયાને 1.5 લાખ કરોડ રૂપિયાનું પેકેજની જાહેરાત કર્યા બાદ શેરબજાર ખુશખુશાલ જેવી સ્થિતિ જોવા મળી છે. સેન્સેક્સમાં 1800 અંકથી વધુનો ઉછાળો જોવા મળ્યો જ્યારે નિફ્ટી પણ 550 અંકથી વધુના વધારા સાથે 11000ને પાર પહોંચી ગયો. સેન્સેક્સના તમામ 30 શેર લીલા નિશાનમાં વેપાર કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GST બેઠક અગાઉ અર્થવ્યવસ્થા પર સરકારની મોટી જાહેરાત, કંપનીઓને કોર્પોરેટ ટેક્સમાં મળશે છૂટ


કોર્પોરેટ ટેક્સ અને ઈક્વિટી કેપિટલ ગેન્સ પર સરચાર્જ હટાવવાની જાહેરાતો બાદ બજારને તો જાણે પાંખો લાગી ગઈ. સેન્સેક્સ લગભગ 1800 અંકના વધારા સાથે 37000  પાર જતો રહ્યો છે જ્યારે નિફ્ટી લગભગ 550 અંકના વધારા સાથે 11000 પાર જોવા મળ્યો. 


નાણા મંત્રીની મહત્વની જાહેરાતો...


- કોર્પોરેટ ઈન્ડિયા માટે 1.5 લાખ કરોડનું રાહત પેકેજ
-MAT સંપૂર્ણ રીતે ખતમ કરવાની જાહેરાત
- FPIS પર કેપિટલ ગેન્સ ટેક્સ નહીં લાગે. 
- રોકાણ કરનારી કંપનીઓ પર ટેક્સ 15% રહેશે: નિર્મલા સીતારમણ
- ઈક્વિટી કેપિટલ ગેન પર સરચાર્જ નહીં લાગે.
- કાર્પોરેટ કંપનીઓ માટે કોઈ પણ છૂટ વગર ઈન્કમ ટેક્સ 22% રહેશે. જ્યારે સરચાર્જ અને સેસ સાથે ટેક્સ 25.17% લાગશે- નિર્મલા સીતારમણ


જુઓ LIVE TV

બિઝનેસના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...