મુંબઇ: સાઉદી અરબની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર ડ્રોન હુમલા બાદ સ્થાનિક શેર બજારમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું. સોમવારે ઘટાડા સાથે બંધ થયા બાદ શેર બજારે મંગળવારે સવારે મિશ્ર વલણ સાથે કારોબારની શરૂઆત કરી. મંગળવારે સવારે શરૂઆતી કારોબારમાં 30 પોઇન્ટવાળા સેન્સેક્સ 46 પોઇન્ટ ચઢીને 37,169ના સ્તર પર ખુલ્યો. તો બીજી તરફ 50 પોઇન્ટવાળો નિફ્ટી સામાન્ય ઘટાડા બાદ 11,000.10 ના સ્તર પર ખુલ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેકિંગ અને આઇટી શેરમાં ઘટાડો
કારોબારી સત્ર દરમિયાન સવારે લગભગ 10:50 વાગે સેન્સેક્સ 269.67 પોઇન્ટ ઘટીને 36853.64 ના સ્તર પર બિઝનેસ કરતો જોવા મળ્યો. 80.8 પોઇન્ટ તૂટીને 10922.70 ના સ્તર પર જોવા મળ્યો. સેન્સેક્સ બેકિંગ, આઇટી અને ટેક શેરો પર દબાણ બનેલું છે.


આ શેરોમાં તેજીનો માહોલ
શરૂઆતી બિઝનેસમાં સેન્સેક્સમાં સેલ, ઇન્ડીયાબુલ્સ ઇંટિગ્રેટિડ સર્વિસેઝ લિમિટેડ, સીઝી પાવર, પીસી જ્વેલર્સ, આરકોમના શેરમાં તેજીનો માહોલ છે. નિફ્ટીમાં વીઇડીએલ, ટાઇટન, યસ બેંક, ડો. રેડ્ડી, જેએસડબ્લ્યૂ સ્ટીલના શેર મજબૂતી સાથે બિઝનેસ કરી રહ્યા છે. સેન્સેક્સમાં એમએમટીસી, લક્ષ્મી વિલાસ બેન્ક, હિન્દુસ્તાન કોપરના શેરોમાં ઘટાડો થયો.