નવી દિલ્હી : રૂપિયામાં આવેલા રેકોર્ડ ઘટાડા તેમજ કાચા તેલની કિંમતમાં થયેલા વધારાને લીધે સ્થાનિક શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. શરૂઆતના બિઝનેસમાં સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે બિઝનેસ કરી રહ્યા છે. સેન્સેક્સ લગભગ 300 અંક ઘટીને 36245 આસપાસ બિઝનેસ કરી રહ્યો છે. નિફ્ટી પણ 100 અંકના ઘટાડા સાથે 10,900ની આસપાસ લપસી ગયો છે. બુધવારે બિઝનેસ દરમિયાન બેંકિંગ, ઓટો, આઇટી તેમજ ફાઇનાન્શિયલ સર્વિસીઝ શેયરમાં ભારે વેચવાલીનો માહોલ જોવા મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેરબજારમાં દિગ્ગજ શેર્સમાં ઘટાડો થવાથી દબાણ વધ્યું છે. મારૂતિ, વિપ્રો, ભારતી એરટેલ, એમએન્ડએમ, ICICI બેંક, TCS, L&T, HDFC બેંક, ઇન્ડસઇન્ડ બેંક, HUL, ઇન્ફોસિસ, SBI અને RILમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે યસ બેંક, તાતા સ્ટીલ, સન ફાર્મા, અદાની પોર્ટસ, કોટક બેંક, ઓએનજીસી, બજાજ ઓટો, HDFC, વેદાંતા તેમજ ITCમાં વધારા સાથે બિઝનેસ ચાલી રહ્યો છે. 


સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો બેંકિંગ, ઓટો, આઇટી તેમજ FMCGમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. બેંક નિફ્ટી 0.67 ટકા તૂટીને 25,197.80ના સ્તર પર બિઝનેસ કરી રહ્યો છે. ઓટો ઇન્ડેક્સ 1.60%, FMCG ઇન્ડેક્સ 0.72%, IT ઇન્ડેક્સ 0.94%, PSU બેંક ઇન્ડેક્સ 0.20% જેટલા તૂટ્યા છે. જોકે મેટલ ઇન્ડેક્સ 0.25%ની તેજી, ફાર્મા ઇન્ડેક્સ 0.36%ની તેજી તેમજ મીડિયા ઇન્ડેક્સમાં 0.94%ની તેજી જોવા મળી રહી છે. 


ડોલરની સામે દિવસેને દિવસે રૂપિયાની કિંમતમાં ઘટાડો થઇ રહ્યો છે. મંગળવારે બજાર બંધ થયા પછી બુધવારે રૂપિયો ઇતિહાસના સૌથી નીચા સ્તર પર પહોંચી ગયો છે. ડોલરની સામે રૂપિયાનો ભાવ અત્યારે 73.35 પર પહોંચી ગયો છે. આ રૂપિયાનું અત્યાર સુધીનું સૌથી નીચલું સ્તર છે, એટલે રૂપિયો પ્રથમ વખત 73 રૂપિયા ડાઉન થયો છે.


બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...