નવી દિલ્હી: ક્રુડ ઓઇલના તૂટવથી, રૂપિયો મજબૂતી અને વિદેશી ફંડોમાં વધી રહેલા રોકાણકારોએ શેર બજારમાં રસ લેવાનો શરૂ કરી દીધો છે. સપ્તાહના અંતિમ દિવસોમાં સેન્સેક્સ સવારે 10 વાગ્યે 260 અંક ઉપર આવીને 35520.79 અંક પર વ્યાપાર કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટીમાં પણ ઉછાળો આવ્યો હતો. ગુરુવારે મુંબઇ શેર બજારમાં (BSE)માં સેન્સેક્સ 119 અંક વધ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)માં નિફ્ટી 10,600 અંકના સ્તરની પાર કરી દીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરુવારે પણ શેરબજારમાં જોવા મળી તેજી 
વેપારી સત્ર દરમિયાન આશરે 10.40 લાગ્યે 30 શેર વાળા સેન્સેક્સ 282.05 અંકનો વધારા સાથે 35,542.59ના સ્તર પર વેપારી કરી રહ્યા છે. લગભગ આ સમયે 50 અકં વાળા નિફ્ટી પણ 77 અંક વધીને 10,693.70ના સ્તર પર જોવા મળ્યું હતું, આ પહેલા ગુરુવારે મુંબઇ શેર બજારમાં 30 શેર વાળા સેન્સેક્સ 35,145.75 અંક સાથેની મજબૂતી સાથે ખુલ્યા બાદ 35,402થી 35,118.42 અંકના દાયરામાં આવી ગયો હતો, અંતમાં સેન્સેક્સ 118.55 અંકથી વધીને 35,260.54અંક પર બંધ થયો હતો. 


વધુ વાંચો...મેટરનિટી લીવ પર કેન્દ્ર મોટી જાહેરાત, 7 સપ્તાહનું વેતન કંપનીઓને સરકાર આપશે


ક્રુડ ઓઇલમાં ઘટાડાથી અર્થવ્યસ્થા મજબૂત થઇ 
વેપારીઓએ કહ્યું કે વૈશ્વિક બજારોમાં ક્રુડઓઇલની કિંમતોમાં ઘટાડાથી અર્થવ્યવસ્થાને મોટી સંખ્યામાં પ્રોત્સાહન મળી રહ્યું છે. જેથી દેશનું આયાત બિલ પણ ઓછું થઇ જશે. મોધવારી નીચે આવશે અને ચાલુ ખાતામાં ઘટાડાની ચિંતા દૂર થઇ શકે છે. વૈશ્વિક સ્તર પર ક્રુડ ઓઇલના ભાવ ઓક્ટોમ્બરની શરૂઆતથી અત્યાર સુધી 30 ટકા ઘટીને 65 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયા છે. એક સંયે ક્રુડ ઓઇલ 86 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.