મુંબઇ: લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થવાના એક દિવસ પહેલાં બુધવારે સકારાત્મક કારોબારી ટ્રેંડ વચ્ચે કારોબારની શરૂઆત ભારતીય શેર બજારમાં મજબૂતી સાથે થઇ. મુખ્ય સંવેદી ઇન્ડેક્સ સેન્સેક્સ ગત સત્ર સત્રના મુકાબલે તેજી સાથે 39,000 ના મનોવૈજ્ઞાનિક સ્તરની ઉપર ખુલ્યો અને નિફ્ટીમાં બઢત નોંધાઇ. 30 પોઇન્ટવાળો સેન્સેક્સ બુધવારે સવારે 76 પોઇન્ટના વધારા સાથે 39,046 ના સ્તર પર અને 50 પોઇન્ટવાળો નિફ્ટી 15.80 પોઇન્ટની તેજી સાથે 11,724.90 પર ખુલ્યો.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Oppo નો Reno સીરીઝ સ્માર્ટફોન આ તારીખે થશે લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ


પ્રોફિટથી મંગળવારે ઘટાડો
કારોબારી સત્રના બીજા દિવસે સવારે લગભગ 10:30 વાગે સેન્સેક્સ 178.96 પોઇન્ટની મજબૂતી સાથે 39148.76 ના સ્તર પર જોવા મળી. તો બીજી તરફ નિફ્ટી 38.35 પોઇન્ટ વધીને 11747.45 ના સ્તર પર જોવા મળ્યો. આ પહેલાં મંગળવારે પ્રોફિટના લીધે સેન્સેક્સ 382.87 પોઇન્ટ તૂટીને 38,969.80 પોઇન્ટ પર અને નિફ્ટી 119.15 પોઇન્ટના નુકસાન સાથે 11,709.10 પોઇન્ટ પર બંધ થયો હતો. મંગળવારે વેચાવલીના દબાણમાં સૌથી વધુ નુકસાન ટાટા મોટર્સને થયું હતું. ટાટાના શેર 7.05 ટકાના ઘટાડા સાથે બંધ થયા.

48MP કેમેરાવાળો Redmi K20 આ તારીખે થશે લોન્ચ, જાણો તેની અન્ય ખૂબીઓ


આવતીકાલે આવશે ચૂંટણીના પરિણામો
તમને જણાવી દઇએ કે એક્ટિઝ પોલ જાહેર થયાના બીજા દિવસે સોમવારે સેન્સેક્સ રેકોર્ડ તેજી સાથે બંધ થયો હતો. ગત 10 વર્ષમાં સેન્સેક્સમાં એક સત્રમાં 1422 પોઇન્ટની તેજી નોંધાઇ હતી. લોકસભા ચૂંટણી 2019નું મતદાન સાત તબક્કામાં સંપન્ન થયા બાદ હવે 23 મેના રોજ ચૂંટણીના પરિણામ આવવાના છે. બજારના વિશ્લેષક જણાવે છે કે બજારની નજર ચૂંટણીના પરિણામો પર ટકેલી છે. જોકે રવિવારે ચૂંટણી બાદ સર્વેક્ષણમાં ભાજપના નેતૃત્વમાં ઉપલબ્ધ એનડીએ સરકારને પૂર્ણ બહુમત મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રાણી એલિઝાબેથના બકિંગહામ પેલેસમાં સોશિયલ મીડિયા મેનેજર તરીકે કરવી છે નોકરી?


બઢત સાથે રૂપિયો ખુલ્યો
ડોલરના મુકાબલે રૂપિયો બુધવારે બે પૈસાની બઢત સાથે 69.67 રૂપિયા પ્રતિ ડોલર પર ખુલ્યો. ગત સત્રમાં પણ રૂપિયો બઢત સાથે બંધ થયો. બજારના જાણકારો ચૂંટણીના પરિણામો જાહેર થયાના એક દિવસ પહેલાં દેશી મુદ્વામાં બઢતને સકારાત્મક સંકેત ગણાવે છે. તેમનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં આવેલી નરમાઇ અને દેશમાં સ્થાપી સરકાર બનવાની આશા સાથે દેશી મુદ્વાને સપોર્ટ મળે છે અને દિવસભરના કારોબારમાં રૂપિયો સીમિત દાયરામાં રહી શકે છે. કેડિયા કોમોડિટીના અનુસાર ડોલરના મુકાબલે દેશી મુદ્વા 69.61-69.96 રૂપિયા પ્રતિ ડોલરના દાયરામાં કારોબાર કરી શકે છે.