રેપો રેટમાં ઘટાડાના આશાથી સેન્સેક્સમાં ઉછાળો, 300 પોઇન્ટ મજબૂત
કારોબારી સત્ર દરમિયાન સવારે લગભગ 10.15 વાગે સેન્સેક્સ 225.54 પોઇન્ટ વધીને 38332.41ના સ્તર પર બિઝનેસ કરતાં જોવા મળ્યો હતો. લગભગ હાલમાં નિફ્ટી 50.45 પોઇન્ટની તેજી સાથે 11364.45ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
મુંબઇ/નવી દિલ્હી: ભારતીય રિઝર્વ (RBI) ની નાણાકીય નીતિ સમીક્ષાની બેઠકના પરિણામોની જાહેરાતથી પહેલા અઠવાડિયાના અંતિમ દિવસે શુક્રવારે ઘરેલૂ બજારની શરૂઆત તેજી સાથે થઇ હતી. કારોબારી સત્રની શરૂઆતમાં સેન્સેક્સ લગભગ 300 પોઇન્ટના વધારા સાથે ખુલ્યો હતો. તો બીજી તરફ નિફ્ટીએ પણ 74 પોઇન્ટના વધારા સાથે શરૂઆત કરી હતી. વિદેશી બજારોથી મળી રહેલા સકારાત્મક સંકેતોથી ભારતીય શેર બજારોમાં પણ તેજીનું વલણ જોવા મળ્યું. જોકે ડોલરના મુકાબલે રૂપિય સામાન્ય વધારા સાથે 70.88 પર ખુલ્યો હતો.
હોમ-ઓટો લેનારાઓને આજે મળશે મોટી રાહત, RBI કરી શકે છે વ્યાજદરમાં ઘટાડાની જાહેરાત
કારોબારી સત્ર દરમિયાન સવારે લગભગ 10.15 વાગે સેન્સેક્સ 225.54 પોઇન્ટ વધીને 38332.41ના સ્તર પર બિઝનેસ કરતાં જોવા મળ્યો હતો. લગભગ હાલમાં નિફ્ટી 50.45 પોઇન્ટની તેજી સાથે 11364.45ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. આ પહેલાં ગુરૂવારે સેન્સેક્સ 199 પોઇન્ટ તૂટીને 38,107 ના સ્તર પર બંધ થયો હતો. તો બીજી તરફ નિફ્ટી 46 પોઇન્ટ નીચે 11,314 પર રહ્યો હતો.
સતત બીજા દિવસે પેટ્રોલના ભાવમાં મોટો ઘટાડો, ડીઝલના ભાવ પણ તૂટ્યા
આ શેરોમાં જોવા મળી તેજી
બીએસઇમાં એસઆઇઇઆઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, યૂકો બેંક, સુઝલોન, સીઝી પાવરના શેરોમાં તેજી જોવા મળી. તો બીજી તરફ નિફ્ટીમાં યસ બેંક, ઇંડસઇંડ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા, એચડીએફસી, ઓએનજીસીના શેરોમાં તેજી જોવા મળી છે. બીએસઇમાં ચેન્નઇ પેટ્રોલિયમ, કોનકોર લિમિટેડ, જેકે સિમેન્ટ, શોભા ઇંડસ્ટ્રીઝના શેરોમાં મંદી જોવા મળી હતી.