નવી દિલ્હી/મુંબઇ: દુનિયાભરના બજારોમાંથી મળી રહેલા સકારાત્મક સંકેતો અને હવામાન વિભાગ દ્વારા સામાન્ય મોનસૂનની ભવિષ્યવાણીથી દેશનું મુખ્ય શેર બજાર મંગળવારે તેજી સાથે ખૂલ્યું. મંગળવારે સવારે બજાર ખુલતાં 30 પોઇન્ટવાળો સેન્સેક્સ 143.46 પોઇન્ટની બઢત સાથે 39,040.30 પોઇન્ટના સ્તર પર ખુલ્યો. કારોબારી સત્ર દરમિયાન સવારે લગભગ 10.50 વાગે સેન્સેક્સ 357.34 પોઇન્ટની તેજી સાથે 39,263.18ના સ્તર પર જોવા મળ્યો. લગભગ હાલમાં 50 પોઇન્ટવાળો નિફ્ટી 93.5 પોઇન્ટની તેજી સાથે 11783.85ના સ્તર પર જોવા મળ્યો.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી સમયમાં લોન સસ્તી થવાની આશા, RBI ઘટાડી શકે છે વ્યાજ દર 


આ શેરોમાં તેજી અને ઘટાડો
સપ્તાહના બીજા કારોબારી દિવસ જે શેરોમાં તેજી જોવા મળી, તેમાં આઇસીઆઇસીઆઇ બેંક, કોલ ઇન્ડીયા, હીરો મોટોકોર્પ, વેદાંતા, એશિયન પેંટ્સ ટોપ 5 માં સામેલ રહ્યા. નિફ્ટીમાં પણ આઇસીઆસીઆઇ બેંક, ઇન્ડીયન ઓઇલ, હીરો મોટોકોર્પ અને એશિયન પેંટમાં તેજી જોવા મળી. આ ઉપરાંત ટાટા મોટર્સ, ઇન્ફોસિસ ટાટા સ્ટીલ અને એચડીએફસી બેંકમાં ઘટાડો જોવા મળ્યો.

SBI જ નહી, આ બેંકના એટીએમમાંથી પણ ડેબિટ કાર્ડ વિના નિકાળી શકો છો કેશ


રૂપિયામાં 17 પૈસાનો ઘટાડો
બેંકો તથા નિર્યાતકોની ડોલર માંગ વધતાં મંગળવારે શરૂઆતી બિઝનેસમાં રૂપિયો 17 પૈસાના ઘટાડા સાથે 69.59 રૂપિયા પ્રતિ ડોલર પર આવી ગયો. ડીલરોએ કહ્યું કે વિદેશી બજારોમાં ડોલર મજબૂત થતાં રૂપિયા પર દબાણ રહ્યું. જોકે સતત વિદેશી રોકાણ અને ઘરેલૂ બજાર બઢતમાં ખુલતાં રૂપિયાના ઘટાડામાં થોડી લગામ રહી. અંતર બેંક મુદ્વામાં મંગળવારે રૂપિયો 69.55ના સ્તર પર ખુલ્યો પરંતુ ત્યારબાદ વધુ નબળો થઇને 69.59ના સ્તર પર પહોંચી ગયો. સોમવારે રૂપિયો 69.42 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો.