Suzlon Energy Share: દેશની અગ્રણી વિન્ડ પાવર કંપની સુઝલોન એનર્જીને (Suzlon Energy)શુક્રવારે (27 ઓક્ટોબર)ના રોજ પવન ઉર્જા પ્રોજેક્ટ માટે મોટો ઓર્ડર મળ્યો છે. આ સમાચાર પછી સુઝલોનના શેરમાં શરૂઆતના વેપારમાં 4.5 ટકાથી વધુનો મજબૂત વધારો જોવા મળ્યો હતો. કંપનીએ શેરબજારને જણાવ્યું કે તેને જ્યુનિપર ગ્રીન એનર્જી પ્રાઈવેટ લિમિટેડ તરફથી 50.4 મેગાવોટના વિન્ડ એનર્જી પ્રોજેક્ટ માટે મોટો ઓર્ડર મળ્યો છે. છેલ્લા એક વર્ષમાં સુઝલોનના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા 6 મહિનામાં શેરે લગભગ 300 ટકાનું મજબૂત વળતર આપ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુઝલોન એનર્જીએ શેરબજારને જણાવ્યું હતું કે આ ઓર્ડર હેઠળ, સુઝલોન તેની નવી પ્રોડક્ટ હાઇબ્રિડ લેટીસ ટ્યુબ્યુલર (HLT) ટાવર સાથે 3.15 મેગાવોટની રેટેડ ક્ષમતા સાથે 16 વિન્ડ ટર્બાઇન જનરેટર (WTG) ઇન્સ્ટોલ કરશે. આ પ્રોજેક્ટ ગુજરાતના દ્વારકા જિલ્લામાં સ્થિત છે અને 2025માં કાર્યરત થવાની અપેક્ષા છે. આ સમાચાર બાદ કંપનીના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. શેર રૂ. 32.90ની દિવસની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. સુઝલોનનો શેર ત્રણ મહિનામાં 100 ટકા અને 6 મહિનામાં 300 ટકા વધ્યો છે. 26 ઓક્ટોબર, 2023ના રોજ શેરની કિંમત 31.40 રૂપિયા પર બંધ થઈ હતી.


સુઝલોન એનર્જીનો શેર છેલ્લા એક વર્ષમાં મલ્ટિબેગર સાબિત થયો છે. છેલ્લા એક વર્ષમાં અત્યાર સુધી (27 ઓક્ટોબર, 2023ના રોજનું ઉચ્ચ સ્તર), વળતર 304 ટકા રહ્યું છે. છેલ્લા 6 મહિનાનું વળતર 301 ટકા છે. 27 ઓક્ટોબર, 2023ના રોજ BSE પર કંપનીનું માર્કેટ કેપ આશરે રૂ. 43,875 કરોડ હતું. 2023માં અત્યાર સુધીમાં સ્ટોકમાં લગભગ 201 ટકાનો ઉછાળો આવ્યો છે.


તમને જણાવી દઈએ કે, સુઝલોન એનર્જી પવન ઉર્જા ક્ષેત્રની સૌથી મોટી કંપની છે. સ્થાનિક બજારમાં કંપનીનો બજારહિસ્સો 33 ટકા છે. કંપની વૈશ્વિક સ્તરે 20GW ની ઓપરેશનલ વિન્ડ પાવર ક્ષમતા ધરાવે છે. તાજેતરમાં, ક્રેડિટ રેટિંગ એજન્સી CRISIL એ કંપનીના રેટિંગને 'CRISIL BBB-/A3' થી CRISIL BBB+/A2' માં 2 ક્રમ અપગ્રેડ કર્યું છે. આ સાથે CRISILએ લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની સુવિધાઓ માટે આઉટલૂક સકારાત્મક રાખ્યો છે.
 
(Disclaimer: શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. શેરમાં રોકાણની અહીં સલાહ આપવામાં આવતી નથી. રોકાણ કરતા પહેલાં તમારા સલાહકારની સલાહ લો.)