Share Market Tips: અમેરિકાના બજારોમાં સતત બીજા દિવસે આવેલી તેજી વચ્ચે ગુરુવારે ભારતીય શેર બજાર લીલા નિશાનમાં ખુલ્યું. જો કે, થોડીવારમાં તેમાં ઘટાડો જોવા મળ્યો. આ પહેલા બુધવારે કારોબારી સત્રના અંતમાં ભારતીય શેરબજાર પડ્યું હતું. કારોબારી સત્રના અંતમાં સેંસેક્સ 635.05 પોઈન્ટ ઘટીને 61,067.24 પર બંધ થયો. તો, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 186.20 અંક તૂટીને  18,199.10 પર આવ્યો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી જેવા દિગ્ગજ શેરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુમિત બગડિયાએ ઈન્ટ્રા ડે માટે સન ફાર્મા અને ઈન્ડિકો રેમિડાઈઝના શેરને બાય રેટિંગ આપી છે. સન ફાર્માને હાલની માર્કેટ પ્રાઈસ પર ખરીદીને તેની ટારગેટ પ્રાઈસ 1030 થી 1040 રૂપિયા રાખી શકાય છે. તો સ્ટોપ લોસ 980 રૂપિયા રાખી શકાય છે. આ જ રીતે ઈન્ડિકો રેમિડાઈઝને રોકાણકાર 402 રૂપિયા આસપાસ ખરીદને 430નો ટાર્ગેટ કરી શકે છે અને 385નો સ્ટોપ લોસ રાખી શકાય છે.


અનુજ ગુપ્તાના સ્ટોકની વાત કરીએ તો તેણે વિપ્રો અને એસબીઆઈને બાય રેટિંગ આપી છે. વિપ્રોને માર્કેટ પ્રાઈસ પર ખરીદીને 415 રૂપિયાનો ટાર્ગેટ અને 374 રૂપિયાનો સ્ટોપ લોસ રાખ શકાય છે. એસબીઆઈના શેર પર અનુજ ગુપ્તાએ 625 રૂપિયાનો ટાર્ગેટ અને 574 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવાની સલાહ આપી છે. આ શેરના હાલની માર્કેટ પ્રાઈઝ પર ખરીદી શકાય છે.


ગણેશ ડોંગરેએ જેએસડબલ્યૂ સ્ટીલ અને અપોલો હૉસ્પિટલના શેર માટે બાય રેટિંગ આપ્યું છે. 742 રૂપિયાના આ શેરને ખરીદીને 765 રૂપિયાનો ટાર્ગેટ અને 730 રૂપિયાનો સ્ટોપ લોસ રાખી શકાય છે. અપોલો હૉસ્પિટલ્સને 4760 રૂપિયામાં ખરીદીને 4900નો ટાર્ગેટ અને 4680નો સ્ટોપ લોસ રાખી શકાય છે.


શેરબજારમાં રોકાણ કરવું એ તમારી પસંદગીનો વિષય છે. સામાન્ય રીતે લોકો આ ફિલ્ડમાં કોઈ પણ પ્રકારની મહેનત વિના ઝડપથી પૈસા મળતા હોવાથી રોકાણ કરતા હોય છે. જોકે, એ વાત પણ સમજવી જરૂરી છેકે, આંધળું રોકાણ અને જાણકારી વિનાનું સાહસ તમને નુકસાનીની ખીણમાં ધકેલી શકે છે. કોઈપણ વસ્તુમાં રોકાણ કરતા પહેલાં તેના અંગે પુરતી જાણકારી લેવી જરૂરી છે. પૈસો પૈસાને ખેંચે એવી કહેવત છે પણ તેમ છતાંય શેર બજારમાં પૈસાનું રોકાણ એવી જ વ્યક્તિએ કરવું જોઈએ જેની પાસે એનું પુરતું જ્ઞાન હોય. ખુદ નિષ્ણાતો પણ આજ વાતની સલાહ આપે છે. 


(ડિસ્ક્લેઈમર: શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા તમારા સલાહકારની સલાહ લો.)