શેરબજારમાં મસમોટો કડાકો, Paytm ના શેરોમાં રોકાણ કરવું ભારે પડ્યું, આજે પણ ધોવાણ ચાલુ
ભારતીય શેર બજારમાં આજે ભારે ઉથલપાથલ જોવા મળી. સવારે બજારમાં કારોબારની શરૂઆત લીલા નિશાનથી થઈ હતી. પરંતુ થોડીવાર બાદ બજાર કડડડભૂસ થવા લાગ્યું.
નવી દિલ્હી: ભારતીય શેર બજારમાં આજે ભારે ઉથલપાથલ જોવા મળી. સવારે બજારમાં કારોબારની શરૂઆત લીલા નિશાનથી થઈ હતી. પરંતુ થોડીવાર બાદ બજાર કડડડભૂસ થવા લાગ્યું. બપોરે 12.09 વાગ્યાની આસપાસ તો સેન્સેક્સ 1135 પોઈન્ટ તૂટી ગયો. પેટીએમની હાલત આજે પણ ખરાબ છે.
સવારે બીએસઈ સેન્સેક્સ 74 પોઈન્ટની તેજી સાથે 59,710.48 પોઈન્ટ પર ખુલ્યો હતો. પરંતુ ખુલ્યા બાદ તરત તેમાં ઘટાડો જોવા મળવા લાગ્યો. જે વધતો ગયો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ 32 અંકની તેજી સાથે ખુલ્યો અને બપોરે 12 વાગ્યાની આસપાસ તો નિફ્ટી 335 અંકોના ઘટાડા સાથે 17429 પોઈન્ટ પર પહોંચી ગયો. હાલની સ્થિતિ પર વાત કરીએ તો નિફ્ટી 282.90ના ઘટાડા સાથે 17481.90 પોઈન્ટ પર છે જ્યારે સેન્સેક્સ 965.25 પોઈન્ટના ઘટાડા સાથે 58670.76ની સપાટી પર છે.
તમામ સેક્ટર લાલ નિશાનમાં
મોટાભાગે તમામ સેક્ટર લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે. ઓટો, પીએસયુ બેંક, ઓઈલ એન્ડ ગેસ, રિયાલિટી વગેરે સેક્ટરમાં 1થી 2 ટકાનો ઘટાડો નોંધાયો છે. એરટેલ દ્વારા ટેરિફ વધારવાના કારણે આજે ટેલિકોમના શેર ચમકતા જોવા મળી રહ્યા છે.
જો તમે રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ છે શ્રેષ્ઠ યોજના; થોડા વર્ષોમાં કરોડપતિ બની જશો
પેટીએમની હાલત ખરાબ
Paytm ની પેરેન્ટ કંપની One97 communication ના શેરો માટે લિસ્ટિંગ બાદ આજે બીજો દિવસ પણ મુશ્કેલ રહ્યો. કંપનીના શેર બપોરે 12.27 વાગ્યાની આજુબાજુ લગભગ 18 ટકા તૂટીને 1271.25 રૂપિયા પર પહોંચી ગયા.
ગત અઠવાડિયે સેન્સેક્સ-નિફ્ટીમાં લગભગ 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ઓટો સેક્ટરને છોડીને 18 નવેમ્બરે પણ તમામ સેક્ટરોમાં વેચાવલી જોવા મળી હતી. નિફ્ટી 18000ની સપાટી તોડીને અંદર ગયો છે. બજારના જાણકારોનું કહેવું છે કે નિફ્ટીમાં હજુ વધુ કરેક્શન જોવા મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube