Gold Price: સોનું ખરીદવું હોય તો થોભો!...રાહ જોજો, આ સપ્તાહે ભાવમાં ઘટાડો થશે
Gold Price Today: કોમોડિટી માર્કેટમાં ફરી એકવાર હલચલ તેજ થઈ ગઈ છે. જેના કારણે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પર સોનું રૂ. 230 મોંઘુ થયું છે. સોનાની નવીનતમ કિંમત 60,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી ગઈ છે. ફરી એકવાર કોમોડિટી માર્કેટમાં હલચલ તેજ થઈ ગઈ છે.
Gold Price Today: કોમોડિટી માર્કેટમાં ફરી એકવાર હલચલ તેજ થઈ ગઈ છે. જેના કારણે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પર સોનું રૂ. 230 મોંઘુ થયું છે. સોનાની નવીનતમ કિંમત 60,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી ગઈ છે. ફરી એકવાર કોમોડિટી માર્કેટમાં હલચલ તેજ થઈ ગઈ છે. જેના કારણે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. MCX પર સોનું રૂ. 230 મોંઘુ થયું છે. સોનાની નવીનતમ કિંમત 60,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી ગઈ છે. આ જ રીતે ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. સ્થાનિક વાયદા બજારમાં એક કિલો ચાંદીની કિંમત 210 રૂપિયા મોંઘી થઈને 77260 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. સ્થાનિક બજારમાં ઉછાળાનું કારણ વૈશ્વિક કોમોડિટી માર્કેટ છે.
ગયા સપ્તાહે સોના અને ચાંદીના ભાવ
કોમોડિટી માર્કેટમાં ગયા સપ્તાહે જોરદાર અસર જોવા મળી હતી. MCX પર સોનું રૂ.61845ની નવી ટોચે પહોંચ્યું હતું. હાલમાં સોનું રેકોર્ડ હાઈથી લગભગ 1000 રૂપિયા સસ્તું છે. ચાંદી પણ રૂ.78,190ની નવી ટોચે પહોંચી હતી. આ વર્ષે અત્યાર સુધીમાં સોના અને ચાંદીએ 10% કરતા વધુનું પોઝિટીવ વળતર આપ્યું છે.
કોમેક્સ પર સોના અને ચાંદીના દર
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત 2030 ડોલર પ્રતિ ઔંસ છે. એ જ રીતે, ચાંદીની કિંમત પણ નજીવા વધારા સાથે $26 પ્રતિ ઔંસની નજીક છે. કોમેક્સ પર સોના અને ચાંદીના ભાવમાં સુસ્તીનું કારણ ડૉલર ઇન્ડેક્સમાં રિકવરી છે. તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે સોનાના ભાવે નવી ટોચ બનાવી હતી અને $2082 પ્રતિ ઔંસના સ્તરને સ્પર્શ કર્યો હતો. ગત સપ્તાહે સોનાના ભાવમાં 1.25 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ચાંદી પણ 13 મહિનાની નીચી સપાટીએ પહોંચી હતી.
એક કરતા વધારે બેંક ખાતા ધરાવતા ગ્રાહકો સાવધાન! આ નિયમ નહીં ખબર હોય તો ધંધે લાગશો
શાનદાર કમાણીની તક! કેબલ બનાવતી કંપનીનો આવી રહ્યો છે IPO, 225 કરોડ શેર બહાર પડશે
તમે પણ તમારી દીકરી કે પત્નીના ભવિષ્યને સુરક્ષિત કરવા ખોલાવી શકો છો MSSC ખાતુ
કોમોડિટી નિષ્ણાતનો અંદાજ શું છે
મોતીલાલ ઓસ્વાલ કોમોડિટીઝના અમીલ સજ્જાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી શકે છે. MCX પર સોનાના ભાવ રૂ.60350 સુધી જઈ શકે છે. આ માટે 61100 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવો જોઈએ. એ જ રીતે MCXએ ચાંદી માટે 76500 અને 76300 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. આ માટે 78100 રૂપિયાનો સ્ટોપ લોસ આપવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube