નવી દિલ્હી : વિદેશી માર્કેટમાં નરમી અને અમેરિકા તેમજ ચીન વચ્ચેની ટ્રેડવોરની આશંકાથી સ્થાનિય શેરમાર્કેટમાં મિશ્ર પ્રતિભાવ જોવા મળ્યા હતા. અઠવાડિયાના અંતિમ દિવસે શુક્રવારે સેન્સેક્સ 56 પોઇન્ટના ઉછાળા સાથે 39,797ના સ્તર પર ખુલ્યો હતો. આ સિવાય નિફ્ટી પણ ચાર પોઇન્ટના નજીવા ઘટાડા સાથે 11,910.10ના સ્તર પર ખુલ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે આ 5 કંપનીના સ્ટોકમાં રહી શકે છે ભારે ચર્ચામાં, સંભાળીને કરજો રોકાણ


માર્કેટ ખુલતા જ ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ, ઝિ એન્ટરટેનમેન્ટ, ઈન્ડુસઈન્ડ બેન્ક, ડૉ.રેડ્ડીઝ, ગ્રાસિમ અને ટાટા મોટર્સ 1.02-2.68 ટકા સુધી ઘટ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં પાવર ગ્રિડ, વેદાંતા, ઓએનજીસી, ગેલ, યુપીએલ, કોલ ઈન્ડિયા, વિપ્રો અને બજાજ ફાઈનાન્સ 0.30-1.39 ટકા સુધી વધ્યા છે.


મિડકેપ શેરોમાં ગૃહ ફાઈનાન્સ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, કંસાઈ નેરોલેક, ટોરેન્ટ પાવર અને 3એમ ઈન્ડિયા 7.16-1.84 ટકા સુધી ઘટ્યા છે. જો કે મિડકેપ શેરોમાં વોકહાર્ટ, રાજેશ એક્સપોર્ટ્સ, કોલગેટ, અદાણી પાવર અને યુનિયન બેન્ક 2.30-0.89 ટકા સુધી વધ્યા છે.


બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...