નવી દિલ્હી : સોમવારે ઘરેલું શેર બજારમાં કડાકો જોવા મળ્યો હતો. ઘટાડા સાથે શેર બજાર બંધ થયું હતું. બેંકિંગ અને રિયલ્ટી શેરમાં નરમાશ દેખાઇ હતી. આ બંને સેક્ટરમાં ભારે વેચવાલીનો માહોલ જોવા મળતાં સેન્સેક્સ 215 પોઇન્ટ ઘટીને 35012ની સપાટીએ બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 68 પોઇન્ટ ઘટીને 10628 પોઇન્ટ પર બંધ થયો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સમાં 500 પોઇન્ટનો જ્યારે નિફ્ટીમાં 150 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજારમાં દિવસ દરમિયાન નફો રળી લેવાનું વલણ દેખાયું હતું. એક્સપર્ટની નજરોમાં આરબીઆઇના પરિણામ પહેલા બજારમાં દબાણ જોવા મળી રહ્યું છે. રોકાણકારો નફો કરી રહ્યા છે. આજના બજારમાં સેન્સેક્સ 35,555.6 સુધી પહોંચ્યો હતો જ્યારે નિફ્ટીએ 10,770.3 સપાટી ટચ કરી હતી. 


મિડકેપ અને સ્મોલકેપ શેરમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ 0.82 ટકા ઘટાડા સાથે 15,723 પોઇન્ટે બંધ થયો હતો. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 1.13 ટકા ઘટીને 18,428 પોઇન્ટ પર બંધ થયો હતો. બીએસઇનો સ્મોલ કેપ ઇન્ડેક્ષ 2.09 ટકા ઘટાડા સાથે 16,624 પોઇન્ટે બંધ થયો હતો. 


વ્યાપારના વધુ સમાચાર, વાંચો