share market: સેન્સેક્સમાં 503 અને નિફ્ટીમાં 148 પોઈન્ટનો ઘટાડો
નિફ્ટીના 50 શેરોમાંથી 13 લીલા નિશાન અને 37 લાલ નિશાન પર બંધ થયા હતા. આજે સવારે સેન્સેક્સ 9.94 પોઈન્ટના સામાન્ય ઘટાડા સાથે 39,087.20 ખુલ્યો હતો.
નવી દિલ્હીઃ આજે શેરબજાર મોટા ઘટાડા સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 503.62 પોઈન્ટ ઘટીને 38,593.52 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 148.00 પોઈન્ટ ઘટીને 11,440.20 પર બંધ થયો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 13 લીલા નિશાન અને 37 લાલ નિશાન પર બંધ થયા હતા. આજે સવારે સેન્સેક્સ 9.94 પોઈન્ટના સામાન્ય ઘટાડા સાથે 39,087.20 ખુલ્યો તો નિફ્ટી આજે આશરે 23.35 પોઈન્ટના ઘટાડા સાથે 11,564.85 ખુલી હતી.
BSEના આ શેરોમાં રહી તેજી
બીએસઈના પાવરગ્રિડ, ટીસીએસ, એનટીપીસી અને એચસીએલટેકના શેરોમાં તેજી જોવા મળી, જ્યારે એસબીઆઈએન, ટાટા મોટર્સ, મારૂતિ, યસ બેન્ક અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.
NSEના શેર
એનએસઈના શેરોની વાત કરીએ તો તેમાં પાવર ગ્રિડ, ટીસીએસ, એનટીપીસી, આઈઓસી અને એચસીએલટેકના શેરોમાં વધારો જોવા મળ્યો હતો. તો એસબીઆઈએન, ટાટા મોટર્સ, યસ બેન્ક, આયશર મોટર અને મારૂતિના શેરોમાં કડાકો જોવા મળ્યો હતો.