નવી દિલ્હી: શેર બજારો આજે ખુલતા જ હાહાકાર મચ્યો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક 720 અંક કરતા પણ વધુ ઘટાડા સાથે  ખુલ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીની પણ એ જ હાલત રહી. જેના કારણોમાંથી એક કારણ દુનિયાના અનેક ભાગોમાં કોરોનાનો વધતો પ્રકોપ હોવાનું કહેવાય છે. આથી દવા કંપનીઓના શેર ગ્રીન ઝોનમાં છે. જ્યારે ઓટો મોબાઈલ ઈન્ડસ્ટ્રીના શેરોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેન્સેક્સમાં ભારે ઘટાડો
શેર બજાર ખુલતા શરૂઆત અગાઉ પ્રી ઓપન સેશનમાં જ સેન્સેક્સ ઘટાડામાં જોવા મળ્યો. બજાર ખુલતા તે 720 પોઈન્ટ ગગડ્યો અને 58075.93 પોઈન્ટ પર ખુલ્યો. જ્યારે ગુરુવારે સેન્સેક્સ વધારા સાથે 58795.09 અંક પર બંધ થયો હતો.  બાદમાં બજારમાં ઘટાડો સતત ચાલુ જ છે. આજે સવારે કારોબારી સત્રમાં 1039 અંકનો ઘટાડો જોવા મળ્યો. હાલ સેન્સેક્સ 1415.35 પોઈન્ટના ઘટાડા સાથે 57379.74 પર છે. 


તમારા બેંક ખાતામાં ભલે એક રૂપિયો પણ ના હોય...છતાં તમને મળશે 10 હજાર રૂપિયા, જાણો કેવી રીતે


નિફ્ટીની પણ હાલત ખરાબ
એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી પણ કફોડી હાલતમાં છે. નિફ્ટીની શરૂઆત પણ નબળી રહી અને તે લગભગ 250 અંકના ઘટાડા સાથે 17,338.75 પર ખુલ્યો જ્યારે ગુરુવારે તે 17536.25 અંક પર બંધ થયો હતો. 


નિફ્ટીમાં સામેલ 50 કંપનીઓમાં સિપ્લાના શેર સૌથી વધુ વધારા 1.43 ટકા સાથે કારોબાર કરે છે. બાકી ડોક્ટર રેડ્ડીઝ અને સન ફાર્મા પણ ગ્રીન ઝોનમાં છે. આ ઉપરાંતના તમામ 47 શેર રેડ ઝોનમાં છે. સૌથી વધુ ઘટાડો ONGC ના શેરમાં જોવા મળ્યો છે. હાલ નિફ્ટી 428.50 ના ઘટાડા સાથે 17107.80 પર કારોબાર કરી રહ્યો છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube