નવી દિલ્હી : અમેરિકન સંસદમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે જેના અંતર્ગત વિદેશ (ભારત)માં રહેલા કોલ સેન્ટરના કર્મચારીઓએ પોતાનું લોકેશન જણાવવું પડશે અને સાથેસાથે ગ્રાહકોને અધિકાર આપવો પડશે જેનાથી તેઓ અમેરિકામાં સર્વિસ એજન્ટને કોલ ટ્રાન્સફર કરવાનું કહી શકે. ઓહાયોના ડેમોક્રેટ સેનેટર શેરોડ બ્રાઉને આ બિલ રજૂ કર્યું છે. બિલમાં એ કંપનીઓનું સાર્વજનિક લિસ્ટ બનાવવાનો પ્રસ્તાવ છે જે કોલ સેન્ટરની નોકરી આઉટસોર્સ કરી શકે છે.  આ સાથે જ  એ કંપનીઓને ફેડરલ કોન્ટેક્ટ્સમાં પ્રાથમિકતા આપવાનો પ્રસ્તાવ છે જેમણે આ નોકરી આઉટસોર્સ નથી કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેનેટર બ્રાઉને કહ્યું છે કે અમેરિકન વેપાર તેમજ ટેક્સ નીતિ લાંબા સમય સુધી એ કોર્પોરેટ બિઝનેસ મોડેલને પ્રોત્સાહન આપતી રહી છે જેણે ઓહાયોમાં બિઝનેસ બંધ કરી દીધો. જે કંપનીઓએ અમેરિકન કર્મચારીઓના ભોગે ટેક્સ ક્રેડિટ મેળવી અને પછી પુંજીને રોનાસા, મેક્સિકો, વુહાન, ભારત અને ચીનમાં શિફ્ટ કરી તેમને જ ફાયદો થયો છે. 


શેરોડ બ્રાઉનના દાવા પ્રમાણે અમેરિકામાં એવી અનેક કંપની છે જેણે અમેરિકામાં કોલ સેન્ટર બંધ કરીને ભારત અથવા મેક્સિકોમાં શરૂ કર્યા છે. આ સંજોગોમાં મોટા પ્રમાણમાં જોબ આઉટસોર્સિંગના કારણે આખા દેશમાં નોકરીઓ પર સંકટ ઉભું થયું હતું.  શેરોડ બ્રાઉનના દાવા પ્રમાણે અમેરિકામાં એવા કેટલાક વર્કર છે જે વર્ષો સુધી કોલ સેન્ટરમાં કામ કરી ચૂક્ય છે અને વિશે માહિતી ધરાવે છે. આ વર્કર્સના યોગદાનની કિંમત સમજીને તેમની કરિયર પુરી ન થઈ જાય એના પર  ધ્યાન આપવાની જરૂર છે.