નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની 41મી એન્યુઅલ જનરલ મિટિંગમાં મુકેશ અંબાણીના વક્તવ્ય વખતે આખો પરિવાર હાજર હતો પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી થનારી વહુ શ્લોકા મહેતા. શ્લોકા અને મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીની ગણતરીના દિવસો પહેલાં સગાઈ થઈ છે. આ એજીએમમાં 'JioGigaFiber' (જિયો ગિગા ફાઇબર સર્વિસ) બ્રોડબેન્ડ સર્વિસ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી. આ લોન્ચિંગની ઘોષણા આકાશ અને બહેન ઇશા અંબાણીએ કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આકાશ અંબાણી અને શ્લોકા મહેતા બાળપણના મિત્ર છે અને બંનેએ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશલન સ્કૂલ (DAIS)માં એક સાથે અભ્યાસ કર્યો છે. શ્લોકા મહેતા હીરા કારોબારી રસેલ મહેતાની પુત્રી છે. શ્લોકા મહેતા અને તેના પરિવારનું સ્વાગત કરવા માટે નીતા અંબાણીએ શ્લોકા અને આકાશ પર એક સુંદર કવિતા પણ લખી હતી. નીતા અંબાણીએ આ કવિતામાં આશા વ્યક્ત કરી છે કે આકાશ અને શ્લોકા દરેક પરિસ્થિતિમાં એકબીજાનો સાથ નિભાવશે. આકાશ અને શ્લોકાના પરિવારજનો વર્ષોથી એકબીજાને ઓળખે છે.


મીડિયા રિપોર્ટ પ્રમાણે 11 જુલાઇ 1990માં જન્મેલી શ્લોકા મુંબઈના માલાબાર હિલ્સમાં રહે છે. શ્લોકા હીરા વ્યાપારી રસેલ મહેતાની સૌથી નાની પુત્રી છે. તે જુલાઇ 2014થી રોઝી બ્યૂ ફાઉન્ડેશનની ડાયરેક્ટર છે. સાથે તે ConnectForની કો-ફાઉન્ડર છે. આ સંસ્થા એનજીઓને વોલેન્ટિયર્સની સાથે જોડવાનું કામ કરે છે. 


આકાશ અને શ્લોકાએ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં સાથે અભ્યાસ કર્યો છે, શ્લોકા ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ બાદ 2009માં ન્યૂજર્સીની પ્રિન્સટન યૂનિવર્સિટીમાં આગળના અભ્યાસ માટે જતી રહી હતી. ત્યારબાદ તેણે ધ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી લોમાં માસ્ટર્સ કર્યું છે.


બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...