આ વર્ષે ધરતેરસ લાવી ખરાબ સમાચાર, ઇચ્છા પર ફરી વળશે પાણી
તહેવારના દિવસે ખરીદી પડશે ભારે મોંઘી
નવી દિલ્હી : જો તમે આગામી ફેસ્ટિવલ સિઝનમાં એસી, ફ્રિઝ તેમજ વોશિંગ મશીન જેવી વસ્તુઓની ખરીદી કરવાનો વિચાર કરી રહ્યો હો તો આ વખતે થોડા વધારે પૈસા ચૂકવવા પડશે. આ સિવાય હવાઇ પ્રવાસ પણ મોંઘો બની શકે છે. હકીકતમાં કેન્દ્ર સરકારના એક નિર્ણયથી આ તમામ ઉત્પાદન મોંઘા થવાના છે. હકીકતમાં કેન્દ્ર સરકારે 19 ઉત્પાદનોની કસ્ટમ ડ્યુટીમાં 10 ટકા સુધીનો વધારો કર્યો છે.
વાણિજ્ય મંત્રાલયની જાહેરાત પ્રમાણે આ નવા દર 27 સપ્ટેમ્બરથી લાગુ થશે. આયાત પર અંકુશ લાગવાથી ડોલરની માંગ પર અસર થશે અને રૂપિયાની સ્થિતિ મજબૂત કરવામાં મદદ મળશે. આ સંજોગોના કારણે આવનારા દિવસોમાં ખરીદી કરવા માટે વધારે કિંમત ચૂકવવી પડશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે એર કંડિશનર, રેફ્રિજરેટર અને 10 કિલોથી ઓછાની ક્ષમતા ધરાવતા વોશિંગ મશીનની બેસિક ડ્યુટીને 10 ટકાથી વધારીને 20 ટકા કરી દેવામાંઆશે. આ સિવાય એર કન્ડિશનર અને રેફ્રિજરેટરના કોમ્પ્રેસર પરની કસ્ટમ ડ્યુટી 7.5 ટકાથી વધારીાને 10 ટકા કરવામાં આવશે.
સરકારે જેટ ઇંધણ એટલે કે એટીએફ પરની ડ્યુટીને વધારીને 5 ટકા કરી દીધી છે. અત્યાર સુધી એટીએફ પર કોઈ ડ્યુટી નથી લાગતી. આ સંજોગોમાં પ્લેનના ભાડામાં વધારો થશે. યાત્રા ડોટ કોમના સીઇઓ શરત ઢલે એટીએફ પરની ડ્યુટીના વધારાના કારણે દરેક ક્ષેત્ર પર નકારાત્મક અસર થશે. જોકે હવે ફેસ્ટિવલ સીઝન શરૂ થવાની છે ત્યારે આશા છે કે ભાડું વધવા છતાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળશે.