Short Term Courses After 12th: આજના સમયમાં દરેક વ્યક્તિ જલ્દી વધુ પૈસા કમાવા માગે છે. હાલમાં 12મું પાસ થયેલા વિદ્યાર્થીઓ પણ વધુ સમય ગુમાવ્યા વગર ટૂંકા કોર્સ કરે  છે. અને નોકરી કરે છે. ચાલો જાણીએ આવા જ કેટલાક શોર્ટ ટર્મ કોર્સ વિશે જે તમે 12મું ધોરણ પાસ કર્યા પછી કરી શકો છો અને કરિયર બનાવી શકો છો. આ શોર્ટ ટર્મ કોર્સ કર્યા પછી તમને સારા પેકેજ સાથે જોબ પણ મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિજિટલ માર્કેટિંગ: આજકાલ ડિજિટલ માર્કેટિંગનો ટ્રેન્ડ વધી ગયો છે. સોશિયલ મીડિયા, વેબસાઈટ, ઈમેલ અને સર્ચ એન્જીન જેવી ડિજિટલ ચેનલોથી બ્રાન્ડ્સ અને પ્રોડક્ટનું માર્કેટિંગ કરવામાં આવે છે. આ કોર્સમાં, તમે સર્ચ એન્જિન ઓપ્ટિમાઈઝેશન (SEO), સોશિયલ મીડિયા માર્કેટિંગ વિશે શીખી શકશો.


વેબ ડેવલપમેન્ટ:  ડિજિટલ માર્કેટિંગની જેમ વેબ ડેવલપમેન્ટનો ક્રેઝ પણ ઘણો વધી ગયો છે. આ કોર્સમાં, તમે વેબસાઈટ બનાવવાની રીત તેમજ તેના મેન્ટેન્સ વિશે જાણી શક્શો. આ કોર્સમાં વિદ્યાર્થીઓને HTML, CSS અને JavaScript સહિતની વેબ ડેવલપમેન્ટ ટેક્નિક વિશે માહિતી મળશે.


ગ્રાફિક ડિઝાઈન: આજકાલ દરેક જગ્યાએ ગ્રાફિક ડિઝાઈનનો ઉપયોગ થઈ રહ્યો છે. તેથી જ દરેક ક્ષેત્રમાં ગ્રાફિક ડિઝાઇનરની જરૂર પડે છે. આ શોર્ટ ટર્મ કોર્સમાં  તમને એડોબ ફોટોશોપ, ઈલસ્ટ્રેટર અને ઈન-ડિઝાઇન જેવા ડિઝાઇનીંગ સોફ્ટવેરનો ઉપયોગ કરવાનું શીખવવામાં આવશે.


ટેલી એન્ડ એકાઉન્ટિંગ: ટેલી એક ફેમસ એકાઉન્ટિંગ સોફ્ટવેર છે જેનો ઉપયોગ નાણાકીય વ્યવસ્થાપન માટે થાય છે. આ કોર્સમાં, વિદ્યાર્થીઓ નાણાકીય ફાયનાન્શિયલ રિપોર્ટિંગ અને ટેક્સ કંપ્લાયન્સ કરી શકે છે.  Tallyનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખી શકાશે. આ સિવાય આ કોર્સમાં ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ, રિપોર્ટનું સંચાલન કેવી રીતે કરવું, સારા રિપોર્ટ્સ કેવી રીતે બનાવવા વગેરે માહિતી આપવામાં આવશે.


ડેટા સાયન્સ એન્ડ એનાલિટિક્સ: આ કોર્સમાં અન્ય સાધનો સાથે મશીન લર્નિંગ હોલ એલ્ગોરિધમ વિશે માહિતી આપવામાં આવે છે. આ કોર્સમાં, વિદ્યાર્થીને ડેટા વિઝ્યુલાઈઝેશન, આંકડાકીય વિશ્લેષણ અને મશીન લર્નિંગ સંબંધિત માહિતી આપવામાં આવે છે. ડેટા સાયન્સ, બિઝનેસ ઈન્ટેલિજન્સ અથવા એનાલિટિક્સમાં રસ ધરાવતા કોઈપણ વિદ્યાર્થી માટે આ કોર્સ શ્રેષ્ઠ છે.