VIDEO: કરોડો શ્રદ્ધાળુઓ માટે ખુશ ખબરી, આજથી શરૂ થઇ રહી છે ‘શ્રી રામાયણ એક્સપ્રેસ’
સમગ્ર યાત્રામાં કુલ 16 દિવસ લાગશે. ટ્રેનથી મુસાફરી કરનારા યાત્રીઓ દેશની સાથે જ શ્રીલંકામાં પણ ભ્રમણ કરી શકશે.
નવી દિલ્હી: ભગવાન શ્રી રામમાં આસ્થા રાખનારા કરોડો શ્રદ્ધાળુઓ માટે ખુશખબરી છે. આજ થી સ્પેશિય ટુરિસ્ટ ટ્રેન ‘શ્રીરામાયણ એક્સપ્રેસ’ શરૂ થવા જઇ રહી છે. આ ટ્રેન આયોધ્યા, ચિત્રકુટ, રામેશ્વરમ જેવી તમામ મહત્વપૂર્ણ જ્ગ્યાઓ પર જશે જેની સાથે ભગવાન શ્રી રામ સાથે સંબંધ છે. સાથે જ યાત્રા દરમિયાન સાથે ડિડિેકેટેડ ડૂર મેનેજર પણ સાથે રહેશે.
રેલવે મંત્રી પીયૂષ ગોયલે શ્રી રામાયણ એક્સપ્રેસ સાથે જોડાયેલો એક વીડિયો પણ ટ્વિટ કર્યો છે. આ યાત્રા કુલ 16 દિવસની રહેશે. ટ્રેનનો પ્રવાસ કરનારા યાત્રીઓ દેશની સાથે સાથે શ્રીલંકાનો પ્રવાસ પણ કરી શકશે. રેલવેની તરફથી નિર્દેશ આપવામાં આવ્યા હતા કે, જે યાત્રીઓએ શ્રીલંકા જવાની ઇચ્છઆઓ હોય તે ચેન્નાઇથી કોલંબોની વિમાન ટિકિટ બુક કરવાની રહેશે.
આઇસીઆરસીટીસી કરશે ટૂરને મેનેજ
આ સ્પેશિય ટૂરને ઇન્ડિયન રેલવે કેટરિંહ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન(IRCTc)મેનેજ કરી રહી છે. શ્રી રામાયણ એક્સપ્રેસની જાહેરાત આ વર્ષે જુલાઇ મહિનામાં રેલ મંત્રી પીયૂસ ગોયલ દ્વારા કરવામાં આવી હતી. આ યાત્રા નવી દિલ્હીના સફદરગંજ રેલવે સ્ટેશન થી શરૂ કરીને અયોધ્યા, નંદીગ્રામ, જનકપુર, વારાણસી, પ્રયાગ, શ્રૃંગવેરપુર, ચિત્રકુટ, નાસિક, હંપી, અને રામેશ્વર થઇને નિકળશે. ટ્રેનમાં એક વારમાં 800 જેટલા પ્રવાસીઓ યાત્રા કરી શકશે. ટ્રેનનો પહેલો પડાવ આયોધ્યા, હનુમાન ગઢી, રામકોટ અને કનક ભવન મંદિર હશે. અહિં દર્શન કર્યા બાદ પર્યટક ટ્રેન નંદીગ્રામ, સીતામઢી, જનકપુર, વારણસી, પ્રયાગ, શ્રૃંગવેરપુર, ચિત્રકુટ, નાસિક, હંપી અને રામેશ્વરમ જશે.
કેટલુ હશે ભાડુ
ભારતમાં યાત્રા કરનારા યાત્રીઓ પાસેથી ટૂર પેકેજ માટે 15,120 રૂપિયા લેવામાં આવશે, શ્રીલંકા જવા માટે ઇચ્છુક યાત્રિઓ ચેન્નાઇથી હવાઇ માર્ગ દ્વારા કોલંબોમાં લઇ જવામાં આવશે. પાંચ દિન અને છ રાત વાળા શ્રીલંકાના ટૂર પેકેજ માટે પ્રત્યેક યાત્રીએ 36,970 રૂપિયા વધારે ચૂકવવા પડશે. શ્રીલંકામાં કૈંડી, નુવારા એલિયા, કોલંબો, નેગોંબોમાં રામાયણ કાળ સાથે જોડાયેલા સ્થળો પર દર્શન કરવામાં આવશે. તીર્થ સ્થળ સુધી આવવા અને જવાની તમામ સુવિધા, રોકાણ, જમવાની સુવિધા તથા ભાડુ ટૂર પેકેજમાં આવી જાય છે.