દર 1 શેર પર 3 શેર ફ્રી આપશે આ કંપની, એક વર્ષમાં રોકેટની જેમ વધી રહ્યો છે ભાવ, જાણો વિગત
Bonus Share: આવતા સપ્તાહમાં શેર બજારમાં કેટલીક કંપનીઓ રોકાણકારોને બોનસ શેર આપવાની છે. આ કંપનીઓ- ઈન્ટીગ્રેટેડ ઈન્ડસ્ટ્રીઝ, નેપબુક્સ અને શુક્રા ફાર્માસ્યુટિકલ્સ (Shukra Pharmaceuticals Ltd Share)છે.
Bonus Share: આવનારૂ સપ્તાહ શેર બજારમાં કેટલીક કંપનીઓના ઈન્વેસ્ટરો માટે ખાસ રહેવાનું છે. આ કંપનીઓ- ઈન્ટીગ્રેટેડ ઈન્ડસ્ટ્રીઝ, નેપબુક્સ અને શુક્રા ફાર્માસ્યુટિકલ્સ (Shukra Pharmaceuticals Ltd Share)છે. આ ત્રણેય કંપની પોતાના ઈન્વેસ્ટરોને બોનસ શેર આપવાની છે. શુક્રા ફાર્માસ્યુટિકલ્સની વાત કરીએ તો કંપની 3:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાની છે. તે માટે કંપનીએ રેકોર્ડ ડેટ જાહેર કરી દીધી છે.
શુક્રા ફાર્માસ્યુટિકલ્સ
ફાર્મા કંપની શુક્રા ફાર્માસ્યુટિકલ્સ હકદાર શેરધારકોની યાત્રતા નક્કી કરવા માટે શનિવાર 20 એપ્રિલ 2024ને રેકોર્ડ ડેટ નક્કી કરી છે. 12 એપ્રિલે શુક્રાના શેર 326 રૂપિયા પર હતા. આ શેરનો 52 સપ્તાહનો હાઈ 388 રૂપિયા પ્રતિ શેર નજીક છે, જ્યારે તેનો 52 સપ્તાહનું લો લેવલ 54.60 રૂપિયા પ્રતિ શેરથી 497.07% ના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. YTD આધાર પર શેરમાં 169 ટકાની તેજી આવી છે.
આ પણ વાંચોઃ Post Office ની આ સ્કીમથી વર્ષે કરો 1,11,000 રૂપિયાની કમાણી, જાણો વિગત
શેરહોલ્ડિંગ પેટર્ન
શુક્રા ફાર્માસ્યુટિકલ્સની શેરહોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો 50.96 ટકા ભાગીદારી પ્રમોટરો પાસે છે. તો હાકી 49.04 ટકા ભાગીદારી પબ્લિક શેરહોલ્ડર્સ પાસે છે. નોંધનીય છે કે કંપની માઇક્રો કેપની કેટેગરીમાં આવે છે. આ કંપનીનું માર્કેટ કેપિટલ 356.87 કરોડ રૂપિયા છે.
આ બે કંપનીઓ પણ આપી રહી છે બોનસ શેર
ઈન્ટીગ્રેટેડ ઈન્ડસ્ટ્રીઝે 1:1 એ રેશિયોથી બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. તો નેપબુક્સ 2:1 ના રેશિયોથી બોનસ શેર આપવાની છે. પેકેઝ્ડ ફૂડ કંપની ઈન્ટીગ્રેટેડ ઈન્ડસ્ટ્રીઝે બોનસ શેર માટે રેકોર્ડ ડેટ 16 એપ્રિલ નક્કી કરી છે. કંપની રેકોર્ડ ડેટ પર શેરધારકોને દરેક 1 શેર પર એક બોનસ શેર આપશે. બીએસઈ પર ઈન્ટીગ્રેટેડ ઈન્ડસ્ટ્રીઝના શેરની કિંમત 628 રૂપિયા છે. ઈન્ટીગ્રેટેડ શેરનો 52 સપ્તાહનો હાઈ 677 રૂપિયા અને લો લેવલ 54.46 રૂપિયાથી 1053.14% ની તેજી સાથે કારોબાર કરી રહ્યો છે.
આ પણ વાંચોઃ ₹1 ના શેર પર તૂટી પડ્યા ઈન્વેસ્ટર, સતત 4 દિવસથી લાગી રહી છે અપર સર્કિટ
નેપબુક્સ
કમ્પ્યૂટર અને સોફ્ટવેર કંસલ્ટિંગ ફર્મ નેપબુક્સે હકદાર શેરધારકોની પાત્રતા નક્કી કરવા માટે શુક્રવાર 19 એપ્રિલ 2024 ને રેકોર્ડ ડેટ નક્કી કરી છે. આ શેરની કિંમત 267.70 રૂપિયા છે. નેપબુક્સ પણ પોતાના 52 સપ્તાહના બાઈ લેવલ 272 રૂપિયાથી નજીક છે. વર્તમાનમાં તે પોતાના 52 સપ્તાહના નિચલા સ્તર 71 રૂપિયાથી 277.04% વધુ પર કારોબાર કરી રહ્યો છે. નોંધનીય છે કે નેપબુક્સ એક ફિનટેક કંપની છે.