12 માર્ચે ઓપન થશે Signoria Creation નો આઈપીઓ, GMPથી સારી કમાણીના સંકેત
Signoria Creation આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 61થી 65 રૂપિયા નક્કી કરવામાં આવી છે. દરેક શેરની ફેસ વેલ્યૂ 10 રૂપિયા છે.
નવી દિલ્હીઃ Signoria Creation IPO: જયપુરની ક્લોથિંગ બ્રાન્ડ Signoria Creation નો આઈપીઓ 12 માર્ચે ઓપન થઈ રહ્યો છે. જે લોકો આઈપીઓમાં રોકાણ કરી કમાણી કરે છે તેની પાસે સારી તક છે. કંપનીનો આઈપીઓ 12 માર્ચે ઓપન થઈ રહ્યો છે. Signoria Creation આઈપીઓ દ્વારા 9.28 કરોડ રૂપિયા ભેગા કરવા ઈચ્છે છે.
આવો જાણીએ Signoria Creation IPO સાથે જોડાયેલી અન્ય જાણકારી.
ક્યારે ખુલશે આઈપીઓ?
કંપનીનો આઈપીઓ 12 માર્ચે સબ્સક્રિપ્શન માટે ઓપન થઈ રહ્યો છે. ઈન્વેસ્ટરો આ SME IPO માં 14 માર્ચ સુધી પૈસા લગાવી શકશે.
શું છે પ્રાઇઝ બેન્ડ?
સિગ્નોરિયા ક્રિએશન આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 61થી 65 રૂપિયા વચ્ચે નક્કી કરવામાં આવી છે, દરેકની ફેસ વેલ્યૂ 10 રૂપિયા છે.
આ પણ વાંચો- 50% તો થઈ ગયું, હવે શૂન્ય (0) થશે DA! જાણો કર્મચારીઓ માટે ક્યારે બદલાશે ગણતરી
કેટલા શેર જારી થશે
Signoria Creation ના આ આઈપીઓમાં 14.28 લાખ નવા શેર જારી થશે. તેમાં એક લોટ માટે અરજી કરવી પડશે. એક લોટમાં 2000 શેર છે.
ક્યારે થશે શેરનું લિસ્ટિંગ?
આઈપીઓનું લિસ્ટિંગ 19 માર્ચે NSE SME પર થશે.
કોણ છે બુક રનિંગ લીડ મેનેજર?
Holani Consultants Private Limited બુક રનિંગ લીડ મેનેજર છે. જ્યારે રજીસ્ટ્રાર Bigshare Services Pvt Ltd છે અને માર્કેટ મેકર Holani Consultants છે.
કોણ છે પ્રમોટર?
Signoria Creation ના પ્રમોટર બબીતા અગ્રવાલ, મોહિત અગ્રવાલ, વાસુદેવ અગ્રવાલ અને કૃતિકા છાછંડ છે.
આ પણ વાંચોઃ ગજબનો આ સ્ટોક!.. 4 લાખમાં ઈન્વેસ્ટરો બની ગયા કરોડપતિ, 64000% નું આપ્યું રિટર્ન
રિઝર્વ ભાગ
Signoria Creation ના આઈપીઓનો 50 ટકા ભાગ ક્વોલિફાઇડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ (QIB)માટે, 35 ટકા ભાગ રિટેલ ઈન્વેસ્ટર માટે અને 15 ટકા ભાગ નોન ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (NII)માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે.
શું ચાલી રહ્યું છે ગ્રે માર્કેટ પ્રીમિયમ
GMP ના સંકેત નો આઈપીઓ લોન્ચ થતાં પહેલા ગ્રે માર્કેટમાં મજબૂત લિસ્ટિંગના સંકેત આપી રહ્યો છે. કંપનીના શેર 65 રૂપિયાની અપર પ્રાઇઝના મુકાબલે ગ્રે માર્કેટમાં 118-121 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. એટલે કે ઈન્વેસ્ટરોને પ્રથમ દિવસે 186 ટકાની કમાણી કરાવી શકે છે. પરંતુ ગ્રે માર્કેટ પ્રીમિયમમાં ફેરફાર થઈ શકે છે.
જાણો Signoria Creation વિશે
જયપુરની આ ક્લોથિંગ બ્રાન્ડની શરૂઆત વર્ષ 2019માં થઈ હતી. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (RHP) માં કહેવામાં આવ્યું કે કંપની મહિલાઓના કપડા બનાવે છે અને વેચે છે, જેમાં ડ્રેસ, દુપટ્ટા, કુર્તિઓ, ટ્રાઉઝર, ટોપ અને કો-ઓર્ડ સેટ સામેલ છે. આ બ્રાન્ડ પોતાની ક્લાસિક કુર્તિઓ માટે ખુબ ફેમસ છે.