ગ્રે માર્કેટમાં તોફાન મચાવી રહ્યો છે આ IPO,પ્રાઇઝ બેન્ડ 65, મહિલાઓના કપડા બનાવે છે કંપની
Stock Market: સિગ્નોરિયા ક્રિએશન આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 61થી 65 વચ્ચે નક્કી કરવામાં આવી છે. સિગ્નોરિયા ક્રિએશન આઈપીઓ સબ્સક્રિપ્શન માટે મંગળવાર 12 માર્ચે ખુલશે.
નવી દિલ્હીઃ Signoria Creation IPO: સિગ્નોરિયા ક્રિએશન આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 61 રૂપિયાથી 65 રૂપિયા નક્કી કરવામાં આવી છે. પ્રત્યેકની ફેસ વેલ્યૂ 10 રૂપિયા છે. સિગ્નોરિયા ક્રિએશન આઈપીઓ સબ્સક્રિપ્શન માટે મંગળવાર 12 માર્ચે ખુલશે અને 14 માર્ચે બંધ થશે. સિગ્નોરિયા ક્રિએશન આઈપીઓની લોટ સાઇઝ 2000 શેરની છે. ઈન્વેસ્ટર ઓછામાં ઓછા 2000 શેર માટે અને તેના ગુણકોમાં બોલી લગાવી શકે છે. સિગ્નોરિયા ક્રિએશન આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 50 રૂપિયા છે. આઈપીઓની અપર પ્રાઇઝ બેન્ડ અને ગ્રે માર્કેટના વર્તમાન પ્રીમિયમને ધ્યાનમાં રાખતા સિગ્નોરિયા ક્રિએશન શેરની અંદાજિત લિસ્ટિંગ કિંમત 115 રૂપિયા પ્રતિ શેર છે. એટલે કે શેર પ્રથમ દિવસે 77 ટકા જેટલો નફો આપી શકે છે.
શું છે વિગત?
આરએચપી અનુસાર કંપનીની લિસ્ટેડ સહકર્મી નંદની ક્રિએશન લિમિટેડ (585.90 ના પી/ઈની સાથે) છે. 31 માર્ચ 2022 અને 31 માર્ચ 2023ના સમાપ્ત નાણાકીય વર્ષ દરમિયાન સિગ્નોરિયા ક્રિએશન લિમિટેડનું રેવેન્યૂ 62.13% વધી ગયું અને પ્રોફિટ આફ્ટર ટેક્સ (PAT) માં 242.14% ટકાનો વધારો થયો હતો. સિગ્નોરિયા ક્રિએશન આઈપીઓ, જેની કિંમત 9.28 કરોડ છે. તે સંપૂર્ણ રીતે ફ્રેશ ઈશ્યૂ છે અને તેમાં વેચાણ માટે કોઈ પ્રસ્તાવ (OFS)સામેલ નથી.
આ પણ વાંચોઃ ચૂંટણી પહેલા સરકારના લાખો કર્મચારીઓને મળશે મોટી ભેટ, સપ્તાહમાં 2 રજા, પગાર પણ વધશે
કંપનીનો કારોબાર શું છે?
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે કંપની મહિલાઓના કપડા બનાવે છે અને વેચે છે, જેમાં ડ્રેસ, દુપટ્ટા, કુર્તિઓ, ટ્રાઉઝર, ટોપ અને કો-ઓર્ડ સેટ સામેલ છે. આ બ્રાન્ડ પોતાની ક્લાસિક કુર્તિઓ માટે જાણીતી છે. તે વિવિધ રંગો, પેટર્ન અને સાઇઝમાં આવે છે. બ્રાન્ડ એવા કપડા બનાવે છે જે મોડર્ન, ફેશનેબલ અને કંફર્ટેબલ છે. 30 જૂન 2023ના સમાપ્ત પ્રથમ ક્વાર્ટર દરમિયાન ફર્મે પોતાની પ્રોડક્ટ્સ ચેનમાં મહિલાઓ માટે કો-ઓર્ડ સેટ જોડ્યો છે.