New telecom reforms: જો તમે નવું સિમ લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સમાચાર જરૂર વાંચી લો. સરકારે સિમ કાર્દને લઇને નિયમોને બદલી દીધા છે. નવા નિયમ હેઠળ હવે કેટલાક ગ્રાહક માટે નવું સિમ લેવું સરળ નહી હોય. પરંતુ કેટલાક ગ્રાહક માટે નવું સિમ લેવું મુશ્કેલ થઇ ગયું છે. નવા નિયમ હેઠળ આ સુવિધા મળશે કે ગ્રાહક હવે નવા સિમ માટે ઓનલાઇન એપ્લાય કરશે અને સિમ કાર્ડ તેમના ઘર સુધી આવી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિમ લેવાના બદલાઇ ગયા નિયમ
- સરકારે સિમ માટે નિયમોમાં ફેરફાર કરી દીધા છે. હવે નવા નિયમ હેઠળ 18 વર્ષથી ઓછી ઉંમરના ગ્રાહકને કંપની નવા સિમ વેચી શકશે નહી.
- તો બીજી તરફ 18 વર્ષથી ઉંમરના ગ્રાહકો પોતાના નવા સિમ માટે આધાર અથવા ડિજીલોકરમાં સ્ટોર્ડ કોઇપણ ડોક્યૂમેન્ટથી પોતે વેરિફાઇ કરી શકે છે. 
- તમને જણાવી દઇએ કે DoT નું આ પગલું 15 સપ્ટેમ્બર 2021 ને કેબિનેટ દ્વારા એપ્રૂવ્ડ ટેલીકોમ રિફોર્મ્સનો ભાગ છે.
- હવે યૂઝર્સને નવા મોબાઇલ કનેક્શન (New Mobile Connection) માટે UIDAI ની Aadhaar બેસ્ડ e-KYC સર્વિસના માધ્યમથી સર્ટિફિકેશન માટે બસ એક રૂપિયાની ચૂકવણી કરવી પડશે.


આ યૂજર્સને નહી મળે નવા સિમ!
- ટેલિકોમ ડિપાર્ટમેન્ટના નવા નિયમોના અનુસાર હવે કંપની 18 વર્ષથી નાના યૂઝર્સને સિમકાર્ડ નહી મળે.
- આ ઉપરાંત જો કોઇ વ્યક્ત માનસિક રૂપથી બિમાર છે તો એવા વ્યક્તિને પણ નવું સિમ કાર્ડ ઇશ્યૂ કરવામાં નહી આવે. 
- જો આવા વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરતાં પકડાઇ ગયાત ઓ તે ટેલિકોમ કંપનીને દોષી ગણવામાં આવશે, જેને સિમ વેચ્યા છે. 


ઘરે બેઠા મળશે સિમ કાર્ડ
નવા નિયમ હેઠળ હવે ગ્રાહકોને UIDAI બેસ્ડ વેરિફિકેશન દ્રારા પોતાના ઘરે જ સિમ મળી જાય છે. તમને જણાવી દઇએ કે ગ્રાહકોને મોબાઇલ કનેક્શન એક એપ/પોર્ટલ બેસ્ડ પ્રોસેસ દ્રારા આપવામાં આવે છે. જેમાં ગ્રાહક ઘરેબેઠા મોબાઇલ કનેક્શન માટે અરજી કરી શકે છે. જોકે પહેલાં મોબાઇલ કનેક્શન માટે અથવા પ્રીપેડથી પોસ્ટપેડ કરાવવા માટે ગ્રાહકોને  KYC પ્રોસેસમાંથી પસાર થવું પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube