ગૌરવ દવે/રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી તેલ બજારમાં ઉલ્ટું ચિત્ર જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે દિવાળી પછી તેલના ભાવમાં તેજી જોવા મળતી હોય છે. પરંતુ આ વખતે ચૂંટણી હોવાથી તેની વિપરીત અસર જોવા મળી રહી છે. સિંગતેલના ડબ્બામાં એક મહિનામાં 100 રૂપિયા ઘટ્યા છે. નવી સીઝનનું તેલ બજારમાં આવતા ભાવમાં ઘટાડો થયો હોવાનું તેલિયા રાજાઓ જણાવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંગતેલના ડબ્બાનો મહિના પહેલા 2750 થી 2790  સુધી ભાવ હતો. પરંતુ ગઈકાલે (સોમવાર) ભાવ 2650 થી 2690 રહ્યો છે. હાલ સિંગતેલના ડબ્બાનો ભાવ ઘટીને 2690 રૂપિયા સુધી પહોંચ્યો છે. પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ ડિસેમ્બર મહિનામાં સિંગતેલના ભાવ વધે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. બીજી બાજુ લગ્નની સિઝન છતાં મગફળીની સતત આવકને પગલે ભાવમાં ઘટાડો નોંધાયો છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube