• મગફળીની આવકમાં વધારો થતાં સિંગતેલના ભાવમાં ભડકો યથાવત

  • છેલ્લા ત્રણ દિવસમાં એક ડબ્બાના ભાવ 40 રૂપિયા વધ્યા

  • એક ડબ્બાનો ભાવ પહોંચ્યો અઢી હજારની નજીક પહોંચ્યો 


ગૌરવ દવે/રાજકોટ :સરકાર ગમે તેટલા પ્રયાસો કરે તેમ છતા લોકો ગરીબી તરફ ધકેલાઈ રહ્યાં છે. ગરીબી અને અમીરી વચ્ચેને ભેદ રેખા મોટી થઈ રહી છે. લોકોના જીવન જરૂરી વસ્તુઓની ખરીદીમાં પણ મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. કોઈ સપનામાં પણ નહિ વિચારી શકે કે, ખાદ્ય તેલના ભાવ એવા આસમાને પહોંચી જશે કે લોકોને બાફેલો ખોરાક ખાવાના દિવસો આવી જશે. આમને આમ, લોકો ડાયેટિંગ કરતા થઈ જશે. ગુજરાતમાં ફરી એકવાર સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. છેલ્લા 3 દિવસમાં સિંગતેલમાં 40 રૂપિયાનો વધારો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્રમાં મગફળીની દૈનિક આવક વધી છતાં સિંગતેલમાં ભાવ વધારો થયો છે. સિંગતેલમાં છેલ્લા 3 દિવસમાં 40 રૂપિયાનો વધારો થયો છે. હાલ સિંગતેલના ડબ્બાના ભાવ 2420 ની આસપાસ પહોંચ્યા છે. સૌરાષ્ટ્રની મિલોમાં સીંગતેલનું દૈનિક ઉત્પાદન 300 ટન છે. સિંગતેલની સાથે અન્ય ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થયો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2350 ની આસપાસ પહોંચ્યો છે. 


આ પણ વાંચો : કંગના રનૌતે ગુજરાતના કોમેડી સ્ટારને પહોંચાડ્યો જેલમાં


આમ, ગૃહણીઓને વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલ સહિત ખાદ્ય તેલોમાં ભાવ વધારો યથાવત છે. સતત ત્રણ દિવસથી ખાદ્ય તેલોમાં ભાવ વધારો થઈ રહ્યો છે. જેના પર સરકારનો કોઈ પ્રકારનો અંકુશ નથી. ચાર દિવસ પહેલા જ સિંગતેલમાં 30 રૂપિયાનો અને કપાસિયા તેલમાં 20 રૂપિયાનો ભાવ વધારો થયો હતો. તો પામ તેલમાં 20 રૂપિયાનો ભાવ વધારો, સોયાબીનમાં 10 રૂપિયા ભાવ વધારો, સનફ્લાવર ઓઈલમાં 10 રૂપિયા ભાવ વધારો અને મકાઈના તેલમાં 15 રૂપિયાનો ભાવ વધારો થયો હતો. છતા ચાર દિવસમાં ફરીથી તેલના ભાવ વધ્યા છે. 


અન્ય તેલના ભાવ પર નજર કરીએ તો, પામતેલનો ડબ્બો 2200 રૂપિયા, સોયાબીન તેલનો ડબ્બો 2250 થી 2300 રૂપિયા, સનફ્લાવર્સ તેલનો ડબ્બો 2150 રૂપિયા અને મકાઈના તેલનો ડબ્બો 2080 રૂપિયા પર પહોંચ્યો છે.