SIP Calculator: 15 વર્ષમાં 5 કરોડ રૂપિયાની વ્યવસ્થા, રોકાણની આ છે જબરદસ્ત રીત
કમાણી સારી હોય તો મહત્વનું છે કે, તમે ભવિષ્ય માટે રોકાણ કરવાનું શરૂ કરો. તેમાંથી એક રીત સિસ્ટમેટિક ઇનવેસ્ટમેન્ટ પ્લાન (SIP) છે. છેલ્લા કેટલાક વર્ષથી એસઆઇપીમાં જોરદાર રિટર્ન મળી રહ્યું છે. તેની સૌથી સારી વાત છે કે તમ 500 રૂપિયાથી પણ રોકાણની શરૂઆત કરી મોટી રકમ ભેગી કરી શકો છો
નવી દિલ્હી: કમાણી સારી હોય તો મહત્વનું છે કે, તમે ભવિષ્ય માટે રોકાણ કરવાનું શરૂ કરો. તેમાંથી એક રીત સિસ્ટમેટિક ઇનવેસ્ટમેન્ટ પ્લાન (SIP) છે. છેલ્લા કેટલાક વર્ષથી એસઆઇપીમાં જોરદાર રિટર્ન મળી રહ્યું છે. તેની સૌથી સારી વાત છે કે તમ 500 રૂપિયાથી પણ રોકાણની શરૂઆત કરી મોટી રકમ ભેગી કરી શકો છો. આજે અમે તમને જણાવી શું છે કેટલા રૂપિયાના રોકાણમાં તમે 15 વર્ષમાં 5 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી શકો છો.
કેટલા રૂપિયાનું રોકાણ
જો તમને 15 વર્ષ બાદ 5 કરોડ રૂપિયા જોઈએ તો દર મહિને 44 હજાર રૂપિયાનું રોકાણ કરો. જો કે, આ બચત માટે જરૂરી છે કે તમારો પગાર 70 હજારથી વધારે હોવા જોઇએ અને જવાબાદરીઓ પણ ના બરાબર હોવી જોઇએ. આ પસિસ્થિતિમાં તમે 44 બજાર રૂપિયાની મોટી રકમની બચત કરી શકો છો. દરેકની બચક કરવાની અલગ રીત હોય છે. જવાબદારી વધારે હોવાની સ્થિતિમાં તમારી બચત ઓછી થઈ શકે છે. એવામાં સેલેરીમાં વધારો જરૂરી છે.
2 રૂપિયાનો આ સિક્કો તમને રાતોરાત બનાવી શકે છે લખપતિ, ફટાફટ જાણો કેવી રીતે
કહેવાનો અર્થ એ છે કે, જો તમે સેલેરી 1 લાખ રૂપિયાથી વધારે હોય છે તો તમે 44 હજાર રૂપિયાની બચત કરી શકો છે અને તેને એસઆઇપીમાં રોકાણનો વિકલ્પ પસંદ કરી શકો છો. આ રોકાણ પર અનુમાનિત રિટર્ન 12 ટકાનું માનવામાં આવે છે. તો 15 વર્ષના અંતે 5 કરોડ રૂપિયાની રકમની વ્યવસ્થા થઈ જશે. આ રકમમાં તમે 2 કરોડ 51 લાખ રૂપિયાથી વધારે રોકાણ કરશો, ત્યારે રિટર્નની રકમ લગભગ 2 કરોડ 49 લાખ રૂપિયા હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube