3-6 મહિનામાં પૈસાનો વરસાદ કરશે આ 4 દમદાર સ્ટોક, એક્સપર્ટે આપી ખરીદીની સલાહ
SID Ki SIP Theme Stocks: માર્કેટ એક્સપર્ટ સિદ્ધાર્થ સેડાણીએ આ વખતની થીમ `સેક્ટરના સિકંદર` (Sector ke Sikandar) પસંદ કરી છે. તેમણે 4 ક્વોલિટી સ્ટોક Pricol, Dabur, Cummins, Coal India ને સામેલ કર્યાં છે.
નવી દિલ્હીઃ ભારતીય શેર બજારમાં બુધવાર (18 સપ્ટેમ્બરે) ઉતાર-ચડાવ જોવા મળ્યો હતો. કારોબારના અંતમાં શેર બજાર લાલ નિશાન પર બંધ થયું હતું. બજારમાં ઉથલપાથલ વચ્ચે લોન્ગ ટર્મમાં મજબૂત ફન્ડામેન્ટલવાળા સ્ટોક સારૂ રિટર્ન અપાવી શકે છે. ઝી બિઝનેસ પર ઈન્વેસ્ટરને સારો ફાયદો થાય તે માટે માર્કેટ એક્સપર્ટ સિદ્ધાર્થ સેડાણી (Siddharth Sedani)એ આ સપ્તાહે એક નવી થીમ પર કેટલાક શાનદાર સ્ટોક જણાવ્યાં છે.
માર્કેટ એક્સપર્ટ સિદ્ધાર્થ સેડાણીએ આ વખતની થીમ 'સેક્ટરના સિકંદર' (Sector ke Sikandar) પસંદ કરી છે. તેમાં 4 ક્વોલિટી સ્ટોક Pricol, Dabur, Cummins, Coal India ને સામેલ કરવામાં આવ્યા છે. આ શેરમાં આગામી 3-6 મહિનાની દ્રષ્ટિએ રોકાણની સલાહ છે. સેડાણીએ પોતાના થીમ સ્ટોક્સમાં જણાવ્યું કે શેરમાં કેટલું એલોકેશન કરવું જોઈએ.
કેમ પસંદ કરી Sector ke Sikandar થીમ
માર્કેટ એક્સપર્ટ સિદ્ધાર્થ સેડાણીનું કહેવું છે કે આજની થીમ સેક્ટરના સિકંદર છે. તેમાં એ શેર છે જે પોતાના સેક્ટરની કેટલીક પ્રોડક્ટ્સમાં સિકંદર છે. તેમાં મોટા માર્કેટકેપવાળી સેક્ટરની દિગ્ગજ કંપનીઓ સામેલ છે. 40 ટકાથી વધુ માર્કેટ કેપવાળી કંપનીઓનું માર્જિન વધુ છે. પ્રાઇઝિંગ પાવર અને બ્રાન્ડિંગના દમ પર વધુ ગ્રોથની ક્ષમતા છે.
આ પણ વાંચોઃ નવરાત્રિ પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મળશે મોટી ભેટ, આ દિવસે વધી જશે મોંઘવારી ભથ્થું
SID ની SIP: Sector ke Sikandar
Pricol
ટાર્ગેટ ₹540
રિટર્ન (1 વર્ષ) --
એલોકેશન 25%
Dabur
ટાર્ગેટ ₹720
રિટર્ન (1 વર્ષ) --
એલોકેશન 25%
Cummins
ટાર્ગેટ ₹4166
રિટર્ન (1 વર્ષ) --
એલોકેશન 25%
Coal India
ટાર્ગેટ ₹545
રિટર્ન (1 વર્ષ) --
એલોકેશન 25%