નવી દિલ્લીઃ શેર બજારમાં ભારે રિટર્ન મેળવવા માટે એવું જરૂરી નથી કે તમે માત્ર મોટી મોટી કંપનીઓના જ સ્ટોક ખરીદો અને તેમાં પૈસા લગાવો. સ્ટોક માર્કેટમાં એવી પણ નાની કંપનીઓ છે જેના ફન્ડામેન્ટલ એટલા સ્ટ્રોંગ છે કે તમને માલામાલ કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio Fibre 1 વર્ષ માટે મેળવો એકદમ Free! બસ આ Steps કરો ફોલો


SIP STOCKS:
અનેક નાની કંપનીઓના સ્ટોક આગળ રિટર્નમાં તમને માલામાલ કરી શકે છે. પણ તેના માટે તમારે સારા સ્ટોકની ઓળખ કરવું ખૂબ જ અગત્યનું છે. જો તમે પણ એવી કોઈ કંપનીની શોધમાં છો તો ઈન્ફ્રા સેક્ટરની કંપની RPP Infra Projects પર તમારે નજર બનાઈ રાખી શકો છો. ઈન્ફ્રા સેક્ટરની આ Microcap કંપનીના શેર રિટર્નમાં તમને તગડો ફાયદો કરાવવાનો દમ રાખે છે. કંપની પાસે ઘણા પ્રોજેક્ટ છે. તેમની ઑર્ડરબૂક એટલી લાંબી છે કે 6 વર્ષ સુધી તેમને પ્રોજેક્ટને કમી નથી. તેવામાં શોર્ટ ટર્મ, મિડ ટર્મ અને લોન્ગ ટર્મમાં ઈન્વેસ્ટ કરવા માટે આ એક દમદાર શેર સાબિત થઈ શકે છે. RPP Infra Projects ના સ્ટોકને નિષ્ણાતો પણ ફાયદાનો સોદા ગણાવી રહ્યાં છે.
 


કંપનીનો ટ્રેક રેકોર્ડ છે મજબૂતઃ
સ્ટોક માર્કેટના નિષ્ણાતોનું કહેવું છે કે, RPP Infra Projects એ અત્યારસુધીમાં 150 જેટલા પ્રોજેક્ટ્સ પુરા કર્યા છે. જ્યારે, સમય કરતા વહેલાં પ્રોજેક્ટ પુરો કરવાનો રેકોર્ડ પણ તેમનો સારો છે. ગત વર્ષે કંપની ટોટલ રેવેન્યુ 13 કરોડ રૂપિયા હતો, જ્યારે હાલની ઓર્ડર બૂક 3200 કરોડ રૂપિયાની છે. એટલે લાંબા સમય સુધી કંપનીને કોઈ ઓર્ડર નહિ મળે તો પણ તેમને ચિંતા નથી. માર્કેટ કેપની સામે કંપની પાસે 17 ગણો ઓર્ડરબૂક છે. સૌથી સારી વાત છે કે પ્રમોટર્સનો ભરોસો પણ કંપની પર છે. નાની કંપની હોવા છતા પણ FII અને DII આમાં ઈન્વેસ્ટ કરે છે.


કંપનીને કેશ પ્રોબલેમ નથીઃ
કંપની પાસે પૈસાની કોઈ તકલીફ નથી. કંપની પાસે પ્રતિ શેર 45 રૂપિયા કેશ છે. સ્ટોકની કિંમત પિયર કંપનીઓની સામે ખૂબ જ આકર્ષક છે. માર્કેટ કૈપ ટુ સેલ્સ પણ વન થર્ડ છે. એટલે છે અનિલ સિંઘવી કહે છે ભલે કંપની નાની છે. પણ મોટો કમાલ કરવા માટે કંપની તૈયાર છે. અનિલ સિંઘવીએ સ્ટોકનો પ્રથમ ટાર્ગેટ 120 રૂપિયા અને પછી 150 રૂપિયાનું રાખ્યું છે.


રેવેન્યૂ વિઝીબિલિટી છે સારીઃ
એનાલિસ્ટ આશીષ ચતુર્વેદીનું કહેવું છે કે, કંસ્ટ્રક્શન સેક્ટરમાં આ કંપનીનો સમય કરતા પ્રોજેક્ટ પુરો કરવાનો રેકોર્ડ સારો છે. કંપનીએ 150 જેટલા પ્રોજેક્ટ પુરા કર્યા છે. માર્કેટ કૈપ ટુ ઓર્ડરબૂક પણ સારી છે. કંપનીનું માર્કેટ કૈપ અંદાજે 184 કરોડનો છે, જ્યારે કંપની પાસે 3200 કરોડના ઓર્ડર છે. જેનો મતલબ કંપનીની રેવેન્યૂ વિઝીબિલિટી સારી છે. કંપનીમાં પ્રમોટર્સની ભાગેદારી 55.30 ટકા છે. કંપનીનો હાઈગ્રોથ કારોબાર છે અને હાલના ભાવ પ્રમાણે ફન્ડામેન્ટલ પણ સ્ટ્રોંગ છે.  


રોજ સવારે ખાલી પેટે આ વસ્તુનું કરો સેવન અને બનો બેડ પરના 'બાદશાહ', તમારી પાર્ટનર પણ કહેશે હવે આવે છે મજા!

આ એક માણસ માટે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી દીધાં બધાં કપડાં! ફોટા જોઈને હચમચી ગયા બધા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube