નવી દિલ્હીઃ આજના સમયમાં લોકો વધારાની આવકના સ્ત્રોતની શોધમાં રહે છે. સમજદારોનું કહેવું છે કે હંમેશા પોતાની આવકના બે સ્ત્રોત રાખવા જોઈએ. પરંતુ કોરોનાના આ મુશ્કેલ સમયમાં ગમે ત્યારે આર્થિક સંકટ આવી શકે છે. તેવામાં અમે તમને જણાવી રહ્યાં છીએ સરળ ટિપ્સ જેનાથી તમે ઘરે બેસીને આવક મેળવી શકો છો. આ માટે તમારો થોડો ખર્ચ કરવો પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાખો લોકો દરરોજ કરે છે કમાણી
ઓનલાઇન મની અર્નિંગ એપ્સ વિશે તો તમે સાંભળ્યું હશે. પરંતુ આ સિવાય કેટલીક ઓનલાઇન વેબસાઇટ પણ છે જે તમને સારી કમાણી કરાવી શકે છે. લાખો લોકો એવા છે જે દરરોજ આ ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરી સારી કમાણી કરી રહ્યાં છે. 


આ પણ વાંચોઃ 1950 માં કેટલો હતો ઇનકમ ટેક્સ? હવે વધીને અહીં પહોંચ્યો; એકદમ રોચક છે જાણકારી


ઓનલાઇન એડ જોઈને
ઘણી એવી વેબસાઇટ છે જે તમને માત્ર તે વાતના પૈસા આપે છે કે તમારે તેના પર એડ જોવાની હોય છે. આ વાત તમને થોડી ચોંકાવી શકે ચે કે આખરે વેબસાઇટ એડ જોવાના પૈસા આપી શકે છે. પરંતુ આ સત્ય છે. હકીકતમાં આ વેબસાઇટ એડથી પણ કમાણી કરે છે તેવામાં તે પોતાના પ્લેટફોર્મ પર આવનાર યૂઝર્સને એડ જોવાના પૈસા આપે છે. 


દર મહિને થઈ શકે છે સારી કમાણી
દરેક એડ માટે રકમ નક્કી કરવામાં આવી હોય છે. મોટા ભાગની એડ વીડિયો ફોર્મમાં હોય છે. તેવામાં જ્યારે તમે એડને જુઓ તો તમને નક્કી રકમની ચુકવણી કરવામાં આવે છે. જો તમે પણ કમાણી કરવા ઈચ્છો તો આ વેબસાઇટ મહિને 50 હજારથી 1 લાખ સુધી કમાવાનો અવસર પ્રદાન કરે છે. જો તમે વધારાની આવકનો સ્ત્રોત શોધી રહ્યાં હોવ તો આ તમારા માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. 


આ પણ વાંચોઃ પેટ્રોલ ખરીદતાં પહેલાં બતાવવું પડશે આ સર્ટિફિકેટ, ટૂંક સમયમાં નિર્ણય પર લાગી શકે છે મોહર


મોબાઇલ પર ગેમ રમીને કરી કમાણી
જો તમે સારા ગેમર છો અને તેને પ્રોફેશનલી લેવા ઈચ્છો છો તો તે તમારી માટે કમાણીનું સાધન બની શકે છે. હકીકતમાં કેટલીક એવી વેબસાઇટ છે જે યૂઝર્સને માત્ર ગેમ રમવા માટે મોટી રકમની ચુકવણી કરે છે. આ વેબસાઇટ પોતાના પ્લેટફોર્મ પર ગેમ ઓર્ગેનાઇઝ કરે છે. તેમાં ભાગ લઈને તમે કમાણી કરી શકો છો. ગેમ જીતવા પર રકમ અલગ-અલગ હોઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube