1 શેર પર મળશે 9 બોનસ શેર, આ દિગ્ગજ કંપનીએ દિવાળી પહેલા રોકાણકારોને કર્યાં ખુશ
Bonus Share: સ્કાઈ ગોલ્ડે એક શેર પર 9 બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપની તરફથી શનિવારે તેની જાણકારી આપવામાં આવી છે. આ પહેલા કંપનીએ 2022માં બોનસ શેર આપ્યો હતો. ત્યારે કંપનીએ એક શેર પર એક બોનસ શેર આપ્યો હતો.
Sky Gold Bonus Share: સ્કાઈ ગોલ્ડના બોર્ડે એક વર્ષ બાદ ફરી બોનસ શેરની જાહેરાત કરી છે. 26 ઓક્ટોબરે કંપનીના બોર્ડે યોગ્ય ઈન્વેસ્ટરોને એક શેર પર 9 બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા સ્કાઈ ગોલ્ડે 2022માં બોનસ શેર આપ્યા હતા.
1 શેર પર મળશે 9 શેર ફ્રી
શનિવારે એક્સચેન્જને મળેલી જાણકારી અનુસાર કંપનીએ 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા એક શેર પર 9 શેર બોનસ તરીકે આપવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ આ બોનસ ઈશ્યુ માટે હજુ રેકોર્ડ ડેટ જાહેર કરી નથી. પરંતુ આશા છે કે સ્કાઈ ગોલ્ડ તરફથી જલ્દી બોનસ શેર માટે રેકોર્ડ ડેટની જાહેરાત થઈ શકે છે.
2022માં કંપનીએ આપ્યા હતા બોનસ શેર
આ પહેલા સ્કાઈ ગોલ્ડે વર્ષ 2022માં બોનસ શેર ઈન્વેસ્ટરોને આપ્યા હતા. ત્યારે કંપની તરફથી પાત્ર ઈન્વેસ્ટરોને એક શેર ફ્રી મળ્યો હતો. તો 2023માં કંપનીએ બે અલગ-અલગ વખત એક-એક શેર પર 1-1 રૂપિયાનું ડિવિડેન્ડ આપ્યું હતું.
આ પણ વાંચોઃ Dhanteras 2024: સિક્કા ખરીદવા કે ઘરેણાં, શું ખરીદવાથી થશે વધારે ફાયદો?
શેર બજારમાં કેવું છે કંપનીનું પ્રદર્શન?
શુક્રવારે બીએસઈમાં સ્કાઈ ગોલ્ડના શેર આશરે 4 ટકાના ઘટાડા સાથે 3434.35 રૂપિયાના લેવલ પર બંધ થયા હતા. છેલ્લા એક મહિના દરમિયાન કંપનીના શેરની કિંમતમાં 35 ટકાની તેજી આવી છે.
6 મહિનાથી સ્કાઈ ગોલ્ડના શેરને હોલ્ડ કરનાર ઈન્વેસ્ટરોને અત્યાર સુધી 216 ટકાનો લાભ મળી ચૂક્યો છે. તો છેલ્લા એક વર્ષમાં સ્કાઈ ગોલ્ડના શેરમાં 360 ટકાની તેજી આવી છે. મહત્વનું છે કે સ્કાઈ ગોલ્ડનો 52 વીક હાઈ 3687 રૂપિયા છે. જ્યારે કંપનીનું 52 વીકનું લો લેવલ 680.35 રૂપિયા છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)