નવી દિલ્હીઃ Small Business Idea: કોરોના કાળ દરમિયાન નોકરી પર કોઈ વિશ્વાસ રહ્યો નથી. તેવામાં લોકોને કારોબારનો આઈડિયો પસંદ આવી રહ્યો છે. આજે અમે તમને આવા એક આઈડિયા વિશે માહિતી આપી રહ્યાં છીએ, જેમાં તમે ઓછા રોકાણથી સારી કમાણી કરી શકો છો. તે માટે તમારે વધુ નહીં માત્ર 20-30 હજારનું રોકાણ કરવું પડશે. આ બિઝનેસમાં તમે 3-4 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો. અમે વાત કરી રહ્યાં છીએ લેમનગ્રાસ ખેતીની, આ ખેતીની માર્કેટમાં ખુબ ડિમાન્ડ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કઈ રીતે શરૂ કરો લેમનગ્રાસની ખેતી
લેમનગ્રાસ ખેતીની શરૂઆત કરવાનો યોગ્ય સમય ફેબ્રુઆરી-જુલાઈ વચ્ચે છે. આ ખેતીની નર્સરી તૈયાર કર્યા બાદ વાવવા માટે ઉંડાઈ ઓછામાં ઓછા 3 સેન્ટીમીટર રાખો. લેમનગ્રાસનો છોડ લગભગ છ મહિનામાં તૈયાર થઈ જાય છે. ત્યારબાદ 70-80 દિવસમાં તેને લણી શકાય છે. વર્ષમાં 3-4 વખત તેને લણી શકાય છે. એક એકર જમીનની ખેતીથી 3 ટન સુધીના પાંદડા કાઢી શકાય છે. 


Gold Price Today: સોનું 10 હજાર રૂપિયા થયું સસ્તું, ચાંદી 60 હજારથી નીચે પહોંચી, જાણો 14થી 24 કેરેટ Gold નો ભાવ


બજારમાં વધુ છે ડિમાન્ડ
લેમનગ્રાસમાંથી નિકળનાર તેલની ખુબ ડિમાન્ડ છે. આ છોડમાંથી નિકળતા તેલને કોસ્મેટિક, સાબુ, તેલ અને દવા બનાવનારી કંપનીઓ ઉપયોગ કરે છે. આ કારણ છે કે માર્કેટમાં તેની સારી કિંમત મળે છે. આ ખેતીને દુષ્કાળ પ્રભાવિત વિસ્તારમાં લગાવી શકાય છે. 


આ ખેતીથી કેટલી થશે કમાણી?
1 ક્વિન્ટલ લેમનગ્રાસથી 1 લીટર તેલ નિકળે છે. બજારમાં તેની કિંમત 1000-1500 રૂપિયા સુધી છે. જો તમે 5 ટન લેમનગ્રાસનું ઉત્પાદન કર્યું અને તેનું તેલ કાઢી લીધુ છે તો તમને 3 લાખ રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે. આ સિવાય તમે લેમનગ્રાસના પાંદડા વેચીને પણ સારી કમાણી કરી શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube