Post Office Franchise: પોસ્ટ ઓફિસનો પ્રચાર-પ્રસાર ઝડપથી થઈ રહ્યો છે. હાલ દેશમાં 1.55 લાખ પોસ્ટ ઓફિસ છે. જેની સર્વિસનો સતત વિસ્તાર થઈ રહ્યો છે. સરકારનું ફોક્સ નેટવર્કની સાથે સાથે ટેક્નોલોજી અપગ્રેડેશન ઉપર પણ છે. ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટના સેક્રેટરી અમન શર્માએ તાજેતરમાં એક કાર્યક્રમમાં કહ્યું કે આવનારા  દિવસોમાં 10 હજાર નવી પોસ્ટ ઓફિસ ખોલવામાં આવશે. ટેક્નોલોજીની મદદથી અહીં તમામ પ્રકારની સરકારી યોજનાઓ અને  ફાઈનાન્શિયલ કામ પૂરા કરી શકાય છે. સરકારનો લક્ષ્ય દર પાંચ કિલોમીટરની અંદર બેંકિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. આ સપનું પોસ્ટ ઓફિસની મદદથી પૂરું થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરૂમાં કરવું પડશે 5000 રૂપિયાનું રોકાણ
નેટવર્ક વિસ્તાર માટે ઈન્ડિયા પોસ્ટ ફ્રેન્ચાઈઝી મોડલ પર કામ કરે છે. તમે પણ ઘરે  બેઠા પોસ્ટ ઓફિસ ખોલી શકો છો અને દર મહિને તેનાથી સારી કમાણી કરી શકો છો. આ એક એવું બિઝનેસ મોડલ છે જેમાં શરૂઆતમાં માત્ર 5000 રૂપિયા લાગે છે. 90 ટકા પોસ્ટ ઓફિસ રૂરલ ઈન્ડિયામાં છે. ગ્રામીણ ભારતમાં રહેનારાઓ માટે આ કમાણીનું એક સારું સાધન છે. જો તમે પણ પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઈઝી ખોલવા માંગતા હોવ તો આવો તમને આખી પ્રક્રિયા સમજાવીએ. 


બે પ્રકારે મળે છે ફ્રેન્ચાઈઝી
પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઈઝી બે પ્રકારની હોય છે. તમે ફ્રેન્ચાઈઝી આઉટલેટ ખોલી શકો છો. કે પછી એજન્ટ બનીને કમાણી કરી શકો છો. જ્યાં પોસ્ટ ઓફિસનું પોતાનું નેટવર્ક નથી. પરંતુ પોસ્ટલ  સર્વિસની જરૂર છે તો ત્યાં ફ્રેન્ચાઈઝી મોડલ શરૂ કરી શકાય છે. બીજી બાજુ ઈન્ડિયા પોસ્ટના એજન્ટ ફરી ફરીને પોસ્ટલ સર્વિસ પર કમિશનની મદદથી કમાય છે. આ એજન્ટ સ્ટેમ્પનું વેચાણ કરી શકે છે. 


માત્ર કાઉન્ટર સર્વિસની હોય છે ફ્રેન્ચાઈઝી
Franchise Outlets મોડલની વાત કરીએ તો તેમાં ફક્ત કાઉન્ટર સર્વિસને ફ્રેન્ચાઈઝ કરવામાં આવી શકે છે. ડિલિવરી અને ટ્રાન્સમિશનનું નેટવર્ક પોસ્ટનું પોતાનું હશે. આ મોડલ અંતર્ગત સ્ટેમ્પ અને સ્ટેશનરીનું વેચાણ થઈ શકે છે. આ ઉપરાંત પાર્સલ, મની ઓર્ડર, ઈ પોસ્ટ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે. ઓછામાં ઓછો 100 રૂપિયાનો મની ઓર્ડર જરૂરી છે. પીએલઆઈ સ્કીમ વેચી શકાય છે. આ સ્કીમ માટે પ્રીમિયમ કલેક્શન પણ થઈ શકે છે. આ તમામ સર્વિસિસના બદલે કમિશન મળે છે. 


ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર જરૂરી
એલિજિબિલિટીની વાત કરીએ તો ફ્રેન્ચાઈઝી લેવા માટે ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર જોઈએ. ઓછામાં ઓછું 8મું ધોરણ પાસ હોવું જરૂરી છે. કોમ્પ્યુટરનું નોલેજ હશે તો સારું રહેશે. તમારો વિસ્તાર સારી રીતે એક્સેસેબલ હોવો જોઈએ. ફ્રેન્ચાઈઝી માટે મિનિમમ સિક્યુરિટી ડિપોઝિટ 5000 રૂપિયા છે. 


કમિશન તરીકે  થશે કમાણી
ફ્રેન્ચાઈઝી ખોલવા માટે ડિવિઝનલ હેડને અરજી કરવાની રહેશે. અરજી મળ્યાના 14 દિવસની અંદર જવાબ મળી જશે. તેમાં પગારની સુવિધા નથી. સર્વિસના આધારે કમિશનની મદદથી કમાણી થાય છે.