રિફેક્સ ઈન્ડસ્ટ્રીઝના શેરોએ છેલ્લા 10 વર્ષમાં 16000% રિટર્ન આપ્યું છે. જો કોઈ રોકાણકારે દસ વર્ષ પહેલા તેમાં 10,000 રૂપિયાનું રોકાણ ક્યું હોય તો આજે તેની વેલ્યુ લગભગ 16 લાખ રૂપિયા હશે. આ કંપનીને રેફ્રિજરેન્ટ ગેસિસ બનાવવામાં અને રિફિલ કરવામાં મહારથ હાંસલ છે. છેલ્લા એક મહિનામાં તેના શેરમાં નવ ટકાની તેજી આવી છે. જ્યારે 3 મહિનામાં તે 29 ટકા જેટલો ચડ્યો છે. કંપનીમાં 53.37 ટકા શેર પ્રમોટર્સ પાસે છે જ્યારે 46.73 ટકા ભાગીદારી પબ્લિક શેર હોલ્ડર્સ પાસે છે. જ્યાં સુધી પબ્લિક શેર હોલ્ડર્સની વાત છે તો તેમાં મ્યૂચ્યુઅલ ફંડ્સ અને વિદેશી રોકાણકારોની કોઈ ભાગીદારી નથી. કંપનીમાં 29 ટકા હોલ્ડિંગ રિટેલ ઈન્વેસ્ટર્સ પાસે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સપ્ટેમ્બર ત્રિમાસિકમાં આ કંપનીના ઓપરેશન્સથી રેવન્યૂ ત્રિમાસિક આધાર પર આઠ ટકાના ઘટાડા સાથે 352 કરોડ રૂપિયા રહી. જ્યારે પ્રોફિટ મામૂલી રીતે વધીને 21.43 કરોડ રૂપિયા પહોંચી ગયો. એનાલિસ્ટ્સનું કહેવું છે કે મૂમેન્ટમ ઈન્ડિકેટર્સ મુજબ આ સ્ટોકનું પ્રદર્શન બેન્ચમાર્ક ઈન્ડેક્સિસથી સારું રહેશે. એનબીટી રિપોર્ટમાં અરિહંત કેપિટલના સીનિયર ટેક્નિકલ એનાલિસ્ટ મિલીન વાસુદેવના હવાલે કહેવાયું છે કે વેકલી ચાર્ટમાં તે તેજીનો સંકેત આપી રહ્યો છે. તેના 644 રૂપિયાના સ્ટોપ લોસ સાથે 760 થી 800 રૂપિયાના ટાર્ગેટ પ્રાઈસ માટે ખરીદી શકાય છે. 


આ સ્ટોક 620 રૂપિયાા સ્ટ્રોંગ સપોર્ટ સાથે પોતાની તમામ મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ કરી રહ્યો છે. તેનું રિસિસ્ટન્સ 750 રૂપિયા નજીક છે. આવનારા ત્રિમાસિકમાં તેની કિંમત 1000 રૂપિયા સુધી જઈ શકે છે. શુક્રવારના રોજ કંપનીના શેર બીએસઈ પર 0.23 ટકા ઘટાડા સાથે 680.20 રૂપિયા પર બંધ થયા. તેનું 52 અઠવાડિયાનું ઊંચુ સ્તર 923.95 રૂપિયા છે. જે તેણે ગત વર્ષ 2 ઓગસ્ટે ટચ કર્યું હતું. તેનું 52 અઠવાડિયાનું ન્યૂનતમ સ્તર 221.30 રૂપિયા છે જે તેણે ગત વર્ષે 28 માર્ચે ટચ કર્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube