₹10000 ના બની ગયા 10 લાખ રૂપિયા, આ સ્ટોકે આપ્યું ગજબ રિટર્ન, એક્સપર્ટ બુલિશ
Multibagger Stock: કંપનીની શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે મોટા ભાગની ભાગીદારી પ્રમોટરો પાસે છે. તે ભાગીદારી 67.52 ટકા છે. તો બાકીની 32.47 ટકા જાહેર શેરધારકો પાસે છે.
Multibagger Stock: છેલ્લા 10 વર્ષમાં ઓટો સહાયક કંપની જેબીએમ ઓટોના સ્ટોક (JBM Auto) એ રોકાણકારોને બમ્પર રિટર્ન આપ્યું છે. આ સમય ગાળામાં રોકાણકારોને 9962 ટકા સુધીનું રિટર્ન મળ્યું છે. રકમ પ્રમાણે સમજો તો જો કોઈ ઈન્વેસ્ટરે 10 વર્ષમાં સ્કોટમાં 10,000 રૂપિયાનું રોકાણ કર્યું હોત અને તે જાળવી રાખ્યું હોત તો આજે તેના રોકાણની રકમ 10 લાખ રૂપિયા થઈ ગઈ હોત.
નોંધનીય છે કે જેબીએમ ઓટોના શેરની કિંમત 982.65 રૂપિયા છે. તેનું માર્કેટ કેપ લગભગ 11619 કરોડ રૂપિયાનું છે. તે ઓટોમોટિવ પ્રોડક્ટ્સ વગેરેનું નિર્માણ કરે છે. કંપનીની શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે મોટા ભાગની ભાગીદારી પ્રમોટરો પાસે છે. આ ભાગીદારી 67.52 ટકા છે. તો બાકી 32.47 ટકા અન્ય શેરધારકો પાસે છે. જાહેર શેરધારકોમાં મ્યૂચુઅલ ફંડની કોઈ મોટી ભાગીદારી નથી, જ્યારે વિદેશી રોકાણકારોની સામાન્ય 1.68 ટકા છે. રિટેલ ઈન્વેસ્ટરોની કંપનીમાં 9.36 ટકાની સંયુક્ત ભાગીદારી છે.
જેબીએમ ઓટોનું વેચાણ નાણાકીય વર્ષ 2023માં 1364 કરોડથી વધીને 3857 કરોડ રૂપિયા થઈ ગયું છે. આ વચ્ચે તેનો નફો 57 કરોડથી વધીને લગભગ 124 કરોડ રૂપિયા થઈ ગયો છે.
આ પણ વાંચોઃ હિંડનબર્ગ રિપોર્ટ બાદ પ્રથમ મોટી ડીલ, હવે ટ્રેનની સફર પણ કરાવશે ગૌતમ અદાણી
શું કહે છે એક્સપર્ટ
વિશ્લેષકોને સ્ટોક પાસેથી ખુબ આશા છે. જીસીએલ બ્રોકિંગના રિસર્ચ એનાલિસ્ટ વૈભવ કૌશિકે કહ્યુ કે રોકાણકારોને ક્લોઝિંગ બેસિસ પર 870 રૂપિયાના સ્ટોપ લોસ રાખવાની સલાહ આપવામાં આવે છે. તે 1200 રૂપિયા સુધી જઈ શકે છે. તો અન્ય એક બ્રોકરેજ ફર્મે કહ્યું કે, આ સ્ટોકનો ભાવ 1100+ જઈ શકે છે. અરિહંત કેપિટલના રત્નેશ ગોયલે કહ્યું કે આ સ્ટોકનું લક્ષ્ય 1100 રૂપિયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube