Smallcap Stocks to BUY: સ્મોલકેપમાં ફરી જોરદાર તેજી આવી. આ તેડીના મૂડમાં બ્રોકરેજે સ્મોલકેપ લુબિક્રેન્ટ કંપની કેસ્ટ્રોલ ઈન્ડિયાના શેરમાં આગામી ત્રણ મહિનાની દ્રષ્ટિએ ખરીદીની સલાહ આપી છે. 21 ડિસેમ્બરે આ શેર 4.25 ટકાની તેજીની સાથે 125 રૂપિયા (Castrol India Share Price)ના સ્તર પર બંધ થયો છે. આ કંપની ઓટોમોટિવ લુબ્રિકેન્ટ બનાવે અને વેચે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Castrol India Share Price Target
SBI સિક્યોરિટીઝે Castrol India Share માં 3 મહિનાની દ્રષ્ટિએ ખરીદીની સલાહ આપી છે. 149–152 રૂપિયાના રેન્જમાં ખરીદીની સલાહ આપી છે. 165 રૂપિયાનો શોર્ટ ટર્મ ટાર્ગેટ આપ્યો છે. વર્તમાન સ્તરથી આ આશરે 10 ટકા છે. આ સ્ટોક માટે 52 વીક હાઈ 162 રૂપિયા અને લો 107 રૂપિયા છે. 


આ પણ વાંચોઃ પાંચ વર્ષમાં આ સ્ટોકે કરાવ્યું સૌથી વધુ નુકસાન, પૈસા લગાવનાર બની ગયા કંગાળ!


શું કરે છે Castrol India?
બ્રોકરેજે પોતાના રિપોર્ટમાં કહ્યું કે Castrol India લુબ્રિકેન્ટ બનાવવા અને વેચનારી લીડિંગ કંપની છે. કંપની કાર, બાઇક, કોમર્શિયલ વ્હીકલ, ઈન્ડસ્ટ્રિયલ યૂઝ, એનર્જી સેક્ટર, મરીન અને આઈટી કૂલિંગ એન્ડ ડેટા સેન્ટર માટે ઘણા પ્રકારના ઓયલ લુબ્રિકેન્ટ બનાવે છે. કંપનીની પાસે 38.7%/27.7%/19.7% માર્કેટ શેર  Cars/2Ws/CV માં છે. કંપનીનો 1.5 મિલિયનથી વધુ કસ્ટમર ટચ પોઈન્ટ છે. 350થી વધુ ડિસ્ટ્રીબ્યૂટર્સ અને 800થી વધુ સબ-ડિસ્ટ્રીબ્યૂટર્સ છે. 


Castrol India Share Price History
Castrol India Share માટે પ્રાઇઝ હિસ્ટ્રીની વાત કરીએ તો આ શેર 152 રૂપિયા પર બંધ થયો છે. 52 વીક હાઈ 162 રૂપિયા અને ઓલ ટાઈમ હાઈ 272 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 15000 કરોડ રૂપિયા નજીક છે. એક મહિનામાં આ સ્ટોકમાં 13 ટકા, ત્રણ મહિનામાં આશરે 8 ટકા અને આ વર્ષે અત્યાર સુધી 24 ટકાની તેજી આવી છે. 


આ પણ વાંચોઃ આ સીમેન્ટ કંપનીએ ફટાફટ બનાવી દીધા કરોડપતિ, ચમકી ગયું ઈન્વેસ્ટરોનું ભાગ્ય


(ડિસ્ક્લેમરઃ આ સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube