નવી દિલ્હીઃ Pradhan Mantri Suryoday Yojna: એક ફેબ્રુઆરીએ રજૂ થયેલા વચગાળાના બજેટમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ઘણી મહત્વની જાહેરાત કરી હતી. તેમાં એક મોટી જાહેરાત 1 કરોડ ઘરની છત પર સોલાર પેનલ લગાવવાનું હતું. તેના દ્વારા લાભાર્થીને 300 યુનિટ ફ્રી વીજળી અને વાર્ષિક 18 હજાર રૂપિયાની બચત થશે. હવે મોદી સરકારની આ સ્કીમ પર કેન્દ્રીય ઉર્જા મંત્રી આરકે સિંહે વિસ્તારથી વાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું કહ્યું આરકે સિંહે
એક ઈન્ટરવ્યૂમાં આરકે સિંહે કહ્યુ- એક કરોડ પરિવારના ઘરની છત પર સોલર પેનલ લગાવવામાં આવશે. તેને લગાવવાથી લઈને મેન્ટેન કરવાનું કામ સરકાર કરશે. આરકે સિંહે જણાવ્યું કે 3 કિલોવોટ સુધી સરકાર 40 ટકા સબ્સિડી આપી રહી છે, જેને વધારી 60 ટકા કરવામાં આવશે. ત્યારબાદ લોન લેવી પડશે. આ લોન પબ્લિક સેક્ટરની કંપનીઓ લેશે અને તે સિસ્ટમ લગાવશે. આરકે સિંહ જણાવે છે કે સોલર સિસ્ટમ લગાવવાની સાથે પરિવારની વીજળી ફ્રી થઈ જશે.


આ પણ વાંચોઃ શું છે Paytm પેમેન્ટ્સ બેંકનો મુદ્દો, ગ્રાહકોએ શું કરવું જોઈએ? જાણો દરેક વિગત


કઈ રીતે થશે કમાણી
હકીકતમાં છત પર જે સોલર સિસ્ટમ લગાવવામાં આવશે તે 300 યુનિટથી વધુ વીજળી ઉત્પન કરશે. આ વધારાની વીજળીથી પબ્લિક સેક્ટરની કંપનીઓ લોનની ચુકવણી કરી શકશે. તેવું અનુમાન છે કે તેનાથી કંપનીઓ લોનની ચુકવણી 10 વર્ષમાં પૂરી કરી લેશે. ત્યારબાદ રૂફ ટોપ સોલર સિસ્ટમ મકાન માલિકનું થઈ જશે. ત્યારબાદ મકાન માલિક પોતાની સોલર સિસ્ટમથી જનરેટ વીજળી દ્વારા મોટી રકમ બચાવી શકે છે. આ સિસ્ટમની લાઇફ 25 વર્ષની છે. 


આ પણ વાંચોઃ 2700 કરોડ ભેગા કરવા પાંચ કંપની લોન્ચ કરશે આઈપીઓ, જાણો પ્રાઇઝ બેન્ડ અને GMP


બજેટમાં શું થઈ હતી જાહેરાત
બજેટમાં નાણામંત્રીએ કહ્યું હતું કે છત પર સોલર સિસ્ટમ લગાવવાથી 1 કરોડ પરિવાર દર મહિને 300 યુનિટ સુધી વીજળી ફ્રી પ્રાપ્ત કરી શકશે. નિઃશુલ્ક વીજળી અને વીજળી વિતરણ કંપનીઓને વધારાની વીજળી વેચવાથી પરિવારોને દર વર્ષે 15થી 18 હજાર રૂપિયાની બચત થશે. સપ્લાય અને ઈન્સ્ટોલેશન માટે મોટી સંખ્યામાં વેન્ડરોને તક મળશે. મેન્યુફેક્ચરિંગ, ઈન્સ્ટોલેશન અને મેન્ટેનન્સમાં ટેક્નો સ્કિલ રાખનાર યુવાઓ માટે રોજગારની નવી તક મળશે.