ખેડૂતે માત્ર 3000ના ખર્ચે તૈયાર કર્યું અનોખુ મશીન, ઉભા પાકને નષ્ટ કરતાં જીવાતની હવે ખેર નહી!
ગીર સોમનાથના ગીરગઢડા ગામમાં રહેતા રાજેશ પાઘડાલ 15 વર્ષથી ખેતી કરી રહ્યા છે. તે ફક્ત 10 ધોરણ પાસ છે. ખેતીના વર્ષોના અનુભવ બાદ તેમને જાણવા મળ્યું કે કિટાણું જે દરેક ખેતરમાં હોય છે તે પાકને નષ્ટ કરી નાખે છે.
કેતન જોશી, અમદાવાદ: આમ આવડતની કોઇ પરિભાષા હોતી નથી, પરંતુ એટલું જરૂર કહી શકાય કે એક વ્યક્તિની મહેનતથી લાખો લોકોને ફાયદો થાય તો તેને ઇનોવેશન કહી શકાય. ગીર સોમનાથના ગીરગઢડા ગામમાં રહેતા એક ખેડૂતે એવી સોલાર ટ્રેપ બનાવી છે જેનાથી ખેતરના પાકને નષ્ટ કરનાર કિટાણુ મરી જાય છે. પાક કિટાણુથી બચાવવા માટે તેના પર દવાનો છંટકાવ કરવામાં આવે છે, જેથી પાક ખરાબ ન થાય અને ગુણવત્તા પણ. પરંતુ હવે અનોખા સોલાર ટ્રેપથી દવાનો ખર્ચ પણ બચશે અને કિટાણુમાંથી મુક્તિ પણ મળી જશે.
ઔષધિઓની ખેતી કરી કરોડોની કમાણી કરે છે આ ખેડૂત, દુનિયાભરમાં વગાડ્યો ડંકો
ગીર સોમનાથના ગીરગઢડા ગામમાં રહેતા રાજેશ પાઘડાલ 15 વર્ષથી ખેતી કરી રહ્યા છે. તે ફક્ત 10 ધોરણ પાસ છે. ખેતીના વર્ષોના અનુભવ બાદ તેમને જાણવા મળ્યું કે કિટાણું જે દરેક ખેતરમાં હોય છે તે પાકને નષ્ટ કરી નાખે છે. એટલું જ નહી આ કિટાણુંથી બચાવવા માટે રાસાણિક ખાતરનો ઉપયોગ કરવો પડે છે તે ખૂબ મોંઘું હોય છે સાથે જ તે પાકની ગુણવત્તાને નબળી કરી નાખે છે.
[[{"fid":"192222","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"solar-trap-1","field_file_image_title_text[und][0][value]":"solar-trap-1"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"solar-trap-1","field_file_image_title_text[und][0][value]":"solar-trap-1"}},"link_text":false,"attributes":{"alt":"solar-trap-1","title":"solar-trap-1","class":"media-element file-default","data-delta":"1"}}]]
આ અંગે ખૂબ વિચાર્યા બાદ રાજેશભાઇએ એક ફ્રેંડલી નુસખો અપનાવ્યો. એજોવામાં સામાન્ય લાગતા આ મશીનમાં એ સોલાર પ્લેટ, સોલાર પાવરનો સંગ્રહ કરવા બેટરી, જીવજંતુઓને આકર્ષિત કરવા અલ્ટ્રા વાયોલેટ LED લેમ્પ અને કેરોસીનનો ઉપયોગ થાય છે. સોલારપ્લેટથી આખો દિવસ સૂર્યના કિરણોની ઉર્જા બેટરીમાં સંગ્રહ થાય છે. અને રાત પડતા જ LED લેમ્પ સળગી ઊઠે છે.. જેના કારણે પાક પર બેસતા જીવાણુઓ લેમ્પની રોશનીથી આકર્ષાઇને તેના પર બેસે છે અને કેરોસીનમાં બેસીને તેમનો નાશ થાય છે.
8 મહિના બાદ સૌથી સસ્તુ થયું પેટ્રોલ: ડીઝલમાં 7.97 અને પેટ્રોલ 9.96 રૂપિયાનો ઘટાડો
રાજેશભાઇ કપાસની ખેતી કરે છે. રાત્રે જેવું જ અંધારું થયું તો લેંપ ચાલુ થઇ ગયો અને જોતજોતામાં હજારો કિટાણું કોટન (કપાસ)ને ખાવા આવ્યા હતા તે લેંપ તરફ આકર્ષિત થઇ આવ્યા અને નીચે રાખેલી ડીઝલવાળા પાણીમાં પડતાંની સાથે જ મરી ગયા. રાજેશભાઇની આ નાનકડી શોધે કલામ કરી નાખી. આ સોલાર ટ્રેપ મશીન બનાવવામાં માત્ર 3000 રૂપિયાનો ખર્ચ થયો હતો અને તેને બનાવવમાં બે વર્ષની મહેનત લાગી હતી. હવે તે આ સોલાર ટ્રેંપની પેટેંટ નોંધાવી તે બીજા ખેડૂતોને થોડા ફાયદા કરીને વેચવા માંગે છે જેથી કિટાણુંની સમસ્યાથી બધાને ફાયદો થાય.
રાજ્ય સરકારના કૃષિ વિભાગને પણ આ સોલાર ટ્રેપ ઘણું પસંદ આવ્યું છે. અને કૃષિ યુનિવર્સિટીમાં આ મશીનને તેની ઉપયોગિતા પર રિસર્ચ કરવા માટે મોકલાયું છે. અને જો તે સફળ થશે તો રાજેશભાઇને સરકાર પ્રોત્સાહિત કરશે.
જોવામાં નાનકડું મશીન જ્યારે મોટું કામ કરી દે છે તો તેને આપણે ઇનોવેશન કહી શકીએ. રાજેશભાઇ એક ખેડૂત છે અને તેમના પાકની બરબાદીની દર્દમાંથી આ સોલાર ટ્રેપનો જન્મ થયો છે. આશા છે કે આ મશીન ન ફક્ત પોતાના ખેતમાં કિટાણુઓનો નાશ કરશે પરંતુ વ્યાજબી ભાવે તે બીજા ખેડૂતોને પણ બનાવી આપશે.