Multibagger Stock: શેરબજારમાં એવા ઘણા સ્ટોક હોય છે,જે રોકાણકારોને ઓછા સમયમાં મોટો ફાયદો કરાવે છે. શેર માર્કેટમાં એક આવી કંપની સોનાટા સોફ્ટવેર લિમિટેડ (Sonata Software) છે. કંપનીએ પોઝીશનલ ઈન્વેસ્ટરોના પૈસા એક વર્ષ દરમિયાન લગભગ ડબલ કરી દીધા છે. નોંધનીય છે કે સોનાટા સોફ્ટવેરની કિંમતોમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન 4300 ટકાની તેજી જોવા મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સોનાટા સોફ્ટવેરની કિંમતમાં 250 ટકાની તેજી જોવા મળી છે. 5 વર્ષ પહેલા કંપનીના આ શેરને ખરીદી હોલ્ડ કરનાર ઈન્વેસ્ટરોને અત્યાર સુધી 488 ટકાનો લાભ થઈ ચુક્યો છે. ઈન્વેસ્ટરોની દ્રષ્ટિએ સારી વાત છે કે છેલ્લા એક વર્ષમાં સોનાટા સોફ્ટવેરના ભાવમાં 95.46 ટકા જેટલો વધારો થયો છે. નોંધનીય છે કે શુક્રવારે કંપનીના શેર સ્ટોક માર્કેટમાં 1039.80 રૂપિયા પર હતો.


આ પણ વાંચોઃ 5.50 લાખ જમા કરો, 5 વર્ષ બાદ દર વર્ષે 50,000 પેન્શન, તે પણ આજીવન, LICનો ખાસ પ્લાન


જે ઈન્વેસ્ટરે 10 વર્ષ પહેલા સોનાટા સોફ્ટવેરમાં 10 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હોત અને અત્યાર સુધી હોલ્ડ કર્યું હોત તો આજે તેને મોટી કમાણી થઈ હોત. 10 વર્ષ પહેલા 10 હજાર રૂપિયા હોલ્ડ કરવાથી આજે તે રકમ 4 લાખ થઈ ગઈ છે. નોંધનીય છે કે કંપનીમાં મ્યુચુઅલ ફંડ્સ અને પબ્લિકની ભાગીદારી 13.57 ટકા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube