ઇલેક્ટ્રિક વ્હીકલ્સ થશે 50,000 સુધી સસ્તા, પેટ્રોલ-ડીઝલ કાર્સ ખરીદનારાઓના ખિસ્સા થશે ખાલી
સરકાર એક નવી યોજના તૈયાર કરી રહી છે જેના હેઠળ નવી પેટ્રોલ અથવા ડીઝલ કાર ખરીદનારાઓ પર 12,000 રૂપિયાનો ચાર્જ લાગશે. આ પ્રકારે એકઠા કરેલા પૈસાથી ઇલેક્ટ્રિક વ્હીકલ અને બેટરી મેન્યુફેક્ચરિંગ પર છૂટ આપવામાં આવશે. આ નીતિને ટૂંક સમયમાં અંતિમ રૂપ આપવામાં આવી શકે છે. ટોચના સચિવો અને અધિકારીઓ સાથે થયેલી બેઠક બાદ નીતિ આયોગે પ્રસ્તાવ કર્યો છે કે જે લોકો ઇલેક્ટ્રિક ટૂ વ્હીલર અને કાર ખરીદે છે તેમને પહેલાં વર્ષમાં 25,000 રૂપિયાથી માંડીને 50,000 રૂપિયાની છૂટ મળવી જોઇએ.
એકવાર ચાર્જિંગ કરશો તો 180 KM દોડશે આ સ્કૂટર, માત્ર 5 હજારમાં કરાવો બુકિંગ
બેટરીની કિંમત થશે સસ્તી
ટાઇમ્સ ઓફ ઇન્ડીયાના એક રિપોર્ટ અનુસાર તેનો લાભ ઓટો નિર્માતા પોતાના ખિસ્સામાં ન રાખે તે સુનિશ્વિત કરવા માટે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ખરીદનારાઓ માટે ડાયરેક્ટ બેનીફિટ ટ્રાંસફરનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પહેલાં વડાપ્રધાન નરેંદ્ર મોદીએ ગત ડ્રાફને રદ કરી દીધો હતો અને બ્યૂરોક્રેટ્સ દ્વારા આ સુનિશ્વિત કરવા માટે કહ્યું હતું કે ઓટો નિર્માતાઓને લાભ આપવાના બદલે બેટરીની કિંમત ઓછી કરવા પર ધ્યાન આપવામાં આવે.
ઓટોના વધુ સમાચાર જોવા માટે અહીં ક્લિક કરો
વધતા જશે પેટ્રોલ-ડીઝલ કાર પર સરચાર્જ
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર પ્રદૂષણ ફેલાવનાર પેટ્રોલ-ડીઝલ વ્હીકલ્સ પર સરચાર્જ લગાવવાથી સરકારને 7,500 કરોડ રૂપિયા પહેલાં વર્ષમાં મળી શકે છે. રિપોર્ટ અનુસાર પેટ્રોલ-ડીઝલ ટૂ-વ્હીલર, થ્રી વ્હીલર અને કોમર્શિયલ વ્હીકલ્સ પર પહેલાં વર્ષમાં 500 થી 25,000 રૂપિયાનો ટેક્સ લગાવવામાં આવશે જે ચોથા વર્ષમાં 4,500 રૂપિયાથી લઇને 90,000 રૂપિયા સુધી થઇ શકે છે. સરચાર્જ દ્વારા એકઠા કરેલા પૈસા ભારે ઉદ્યોગ માટે એક સમર્પિત ફંડમાં ટ્રાંસફર કરી દેવામાં આવશે. આ નીતિ હેઠળ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ પર પહેલાં વર્ષમાં 50,000 રૂપિયા મળનારી છૂટ ચોથા વર્ષમાં ઘટીને 15,000 રૂપિયા રહી જશે.